SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તે ક્ષણિક છે. પૂર્ણજ્ઞાનાનંદ સ્વરૂપના સ્વામી વીતરાગ પરમાત્મા છે. કોઈને હરાવ્યા વગર વિજેતા છે. કારણ કે તેમની જીત આંતરિક છે. ભગવાનનું સામર્થ્ય જ એવું છે કે હરાવવા આવેલાને જીતી લે અને તેમને પણ જીતાડી દે. આત્મા પોતે જ આવો ઐશ્વર્યમય હોવા છતાં આશ્ચર્ય એ છે કે પોતે જ પોતાને ભૂલી ગયો છે. પાણી વચ્ચે મીન પ્યાસી ? “પાની બિચ મીન પિયાસી, મોહિ સૂનસૂન આવૈ હાંસી, ઘરમેં વસ્તુ નજર નહિ આવત, બન બન ફરત ઉદાસી, આતમજ્ઞાન બિના જગ જૂઠા, ક્યાં મથુરા ક્યાં કાશી ? ક્યાં સમેતશિખર ક્યાં શત્રુંજય ?'' જ્ઞાનસ્વરૂપ એવા આત્માના મૂળમાં જ્ઞાન છે, તેના ફળમાં પણ જ્ઞાન છે. એ જ્ઞાનનું કાર્ય દુઃખનાશ છે. આનંદની પ્રાપ્તિ છે. એ આત્મા સ્વસંવેદ્ય છે. આત્મ જ્ઞાન અને સુખ સ્વરૂપ છે. આત્માને આપણે ખારો કે કડવો નહિ કહી શકીએ. કે લાલ-લીલો કહી નહિ શકીએ. તે પ્રમાણે પુદ્ગલને આપણે જ્ઞાન કે આનંદ સ્વરૂપ કહી નહિ શકીએ. દરેક દ્રવ્યનું આવું સ્વતંત્ર સ્વરૂપ છે. પણ આત્મા વેદકગુણવાળો હોવાથી, જ્ઞાનાદિના વેદનથી તે સ્વસંવેદ્ય છે. તો પછી આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપે કેમ રહેતો નથી ? હે સુજ્ઞ ! અજ્ઞાનાવસ્થામાં પણ જાણવાનું કાર્ય તો જ્ઞાન જ કરે છે. પણ વિપરીત જાણે છે. જાણીને પરમાં ભાવ કરે છે. જીવમાત્રનું જ્ઞાન અલ્પાધિક ખુલ્લું જ છે, પરંતુ વેદનમાં શુદ્ધતા જોઈએ તે મોહનીયકર્મથી આવરાઈ ગઈ છે તેથી શુદ્ધાત્માનું વેદન થતું નથી. જ્ઞાન, દશ્ય જનિત છે, સુખ વેદનરૂપે છે. શુદ્ધ ધ્યાનને અગ્નિ સમું કહ્યું છે, જે કર્મ મળનો નાશ કરે છે. નિર્વાણ પછી ધ્યાન દશા સમાપ્ત થાય છે. પરંતુ જ્ઞાનને તો સ્વરૂપ કહ્યું છે. જ્ઞાન દશામાં કે અજ્ઞાન દશામાં જ્ઞાન તો આત્મા સાથે જ રહે છે. પૂર્ણજ્ઞાન પ્રગટ થતાં જેમ એક પરમાણુ પણ અજ્ઞાત નથી રહેતું તેમ વીતરાગતા પ્રગટ થતાં તે શુદ્ધપ્રેમ તત્ત્વરૂપે વિલસે છે, ૫૦
SR No.005927
Book TitleBhavantno Upay Samayik Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDarshanaben Dilipbhai Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy