________________
- શુધ્ધિ છે. પૂર્ણતાની યાત્રાનું મુખ્ય સાધન શુદ્ધોપયોગ છે. ભૂમિકા પ્રમાણે શુભભાવયુક્ત ભક્તિ સત્સંગ આદિ હોય છે. સમ્યગૃષ્ટિ આત્મા જાણે છે કે અશુભરાગથી છૂટવા શુભરાગનું પ્રયોજન છે. તેનાથી સન્માર્ગે જવાની ફુરણા થાય છે. પરંતુ મોક્ષમાર્ગનાં સાધનો તો સમ્યગ્દર્શન અને સભ્ય જ્ઞાન છે. સાથે ચારિત્રની પૂર્ણ શુદ્ધિ થતાં પૂર્ણ - કેવળજ્ઞાન પ્રગટ થાય છે. મિથ્યાષ્ટિ અશુભરાગમાં સુખ માને છે. શુભરાગમાં ધર્મ માની ત્યાં જ અટકે છે.
અગારી - વતી શ્રાવક માટે દાનાદિ, વૃતાદિ, આવશ્યક ક્રિયાદિ, અશુભરાગથી દૂર રહેવાનો વ્યવહાર ધર્મ છે, અણધારી - સાધુજનો માટે સમિતિ-ગુમિ, જ્ઞાનાચારાદિ, મહાવ્રતાદિ, અશુભરાગથી દૂર રહેવાનો વ્યવહારધર્મ છે. એ બંને શુભરાગ છે. અગારી કે અણગારી ભૂમિકા પ્રમાણે જેટલો અંતર્મુખ થઈ, આત્મલક્ષમાં રહી, શુદ્ધોપયોગમાં ટકે તેટલો ધર્મ છે. મોક્ષમાર્ગની આરાધના છે. શૂન્યથી પૂર્ણની યાત્રા છે.
દર્દીને તાવ આવે ત્યારે તાવ દૂર કરવાની દવા કરતાં સવિશેષ તાવ દરમિયાન જે પીડા વેઠવી પડે છે તેને દૂર કરવા દેવાની જરૂર છે. તે પ્રમાણે જે ઉપયોગમાં સ્વરૂપના આનંદનું વદન હોવા છતાં દુઃખનું વેદન કરે છે. તે દુઃખને - વેદનને દૂર કરવા અને સ્વરૂપ આનંદને મેળવવા ધર્મની આવશ્યકતા છે. શુભરાગમાં અટકવું તે ધર્મની આરાધના નથી. શુભભાવનાનું અવલંબન લેવું તે ધર્મની દિશા તરફ જવા માટે છે. આખરે નિરાલંબન સ્થિતિને સાધ્ય કરવા શુદ્ધોપયોગની મુખ્યતા છે. આ સમ્યગુદૃષ્ટિ આત્માની શ્રદ્ધા છે. આ શ્રદ્ધાના આધાર પર તે ચારિત્રમોહનીયનો ક્ષય કરતો આત્મવિકાસમાં આગળ વધે છે. તે શૂન્યથી પૂર્ણતાને પામે છે.
જો જીવ સન્માર્ગે છે તો યોગ એ દૈહિક છતાં પણ વરદાન છે. ઉપયોગ આત્મિક વરદાન છે. જો બંને સાવદ્ય પ્રવૃત્તિમાં છે તો શ્રાપ છે. માટે દેવ ગુરુની કૃપા વડે બંને વરદાનની યથાર્થતાને સમજવી અને સન્માર્ગે જવા અથાગ પરિશ્રમ કરવો. જો તું યોગી બને તો જીવનને ઉપયોગી જરૂર બનાવજે. સનાતન સ્કૂરિત એવા જ્ઞાનાદિ ઉપયોગથી જીવનને ભરી દે, તે શૂન્યથી પૂર્ણની યાત્રા છે.
४४