________________
૦ સમ્યકત્વ સામાયિક : સમ્યગુદર્શન સ્વરૂપ છે. સામાયિક અપેક્ષાએ તત્ત્વત્રય છે. દેવતત્ત્વઃ અરિહંત પરમાત્મા સંપૂર્ણ શુદ્ધ ચારિત્રયુક્ત છે. ગુરુતત્ત્વઃ ગુરુજનો સર્વવિરતિ ચારિત્રયુક્ત છે.
ધર્મતત્ત્વઃ ધર્મ સમતારૂપ સ્વભાવથી સ્વયં સામાયિક સ્વરૂપ છે. આ તત્ત્વત્રય છે.
૦ સામાયિક પંચ પરમેષ્ઠીનું દ્યોતક છે. તત્ત્વત્રથીથી જોતાં દેવતત્ત્વમાં અરિહંત અને સિદ્ધ છે. ગુરુતત્ત્વમાં જોતાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ નિહિત છે.
ધર્મ તત્ત્વથી જોતાં ધર્મ મંગલ સ્વરૂપ અને જ્ઞાનાદિ ચાર પ્રકારે છે. (દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ)
૦ સામાયિકમાં છ આવશ્યક સામાઈયું : સામાયિક કરેમિતિઃ પ્રભુસ્તુતિ - ચઉવિસથ્થો. તસ્મભંતે ઃ ગુરુવંદન પડિક્કમામિ-પ્રતિક્રમણ અપ્રાણ વોસિરામિ -કાયોત્સર્ગ સાવજ્જ જોગ પચ્ચખ્ખામિ : પચ્ચખાણ સામાયિકમાં આરાધનત્રય : કરેમિ સામાઈયં = સુકૃતની અનુમોદના પડિક્કમામિ, નિંદામિ, ગરિહામી = દુષ્કૃત્યની નિંદા ભંતે = દેવગુરુની શરણાગતિ ૦ સામાયિકમાં પાંચ મહાવ્રત સમણો ઈવ સાવઓ હવઈ જમ્યા.
સામાયિક કરતી વખતે શ્રાવક સાધુ જેવો છે, અર્થાત પંચમહાવ્રતધારીની જેમ સાવધપાપનો ત્યાગી અને નિરવદ્યયોગોના સેવનવાળો છે.
૦ સામાયિકમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની સાધના થાય છે. શ્રાવક સામાયિકમાં હોય ત્યારે યત્નાપૂર્વક સર્વ વિધિ કરે છે,
૩૬