________________
મન વચન કાયાના યોગો પાપવ્યાપારથી નિવૃત્તિ હોવાથી ગુપ્તિનો ધારક છે.
૦ સામાયિકમાં જિનાજ્ઞા
આશ્રવનો ત્યાગ અને સંવરનો સ્વીકાર એ જિનાજ્ઞા છે.
મૈત્રી આદિ ભાવનામાં સામાયિક
મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થ, ભાવના જેના ચિત્તમાં ધારણ થઈ છે તે જ્ઞાની જીવ માત્ર પ્રત્યે સમતાયુક્ત હોય છે. તેવું સમભાવનું સામાયિક છે.
૭ અહિંસા આદિમાં સામાયિક.
દ્રવ્ય અને ભાવથી અહિંસાનું પૂર્ણતયા પાલન કરનારનું ચિત્ત નિર્મળ હોય છે. નિર્મળતા આત્મજ્ઞાનને પ્રગટ કરે છે. આત્મજ્ઞાન સમભાવરૂપ હોવાથી તે સામાયિકરૂપ છે.
• અનિત્યાદિ ભાવનામાં સામાયિક
અનિત્યાદિ ભાવનાના સેવનથી આત્મામાં વૈરાગ્ય ભાવના દેઢ થાય છે. વૈરાગ્યવાન જીવમાત્ર માટે અભયદાતા છે. સર્વ જીવો પ્રત્યે સામ્યભાવયુક્ત છે, તેથી તે ભાવના સામાયિકના પરિણામને સહાયક છે. ક્ષમાદિ દસ ધર્મમાં સામાયિક
ક્ષમાદિ દસ ધર્મો યતિધર્મો છે. મુનિના પ્રાણ છે. મુનિ દેહ જતો કરે પણ અન્ય જીવને હાનિ ન કરે, એવો સમભાવ તે સામાયિક છે.
♦ મુનિઓના બાવીસ પરિષહજય સ્વયં સમતાભાવનું જ લક્ષ્યાંક છે. જે સમતાભાવને સ્વાભાવિક બનાવે છે તેથી તે સામાયિક છે.
૩૭