________________
આવા ઉત્કૃષ્ટ અમૃત ક્રિયાના પ્રયોજક શ્રી તીર્થકર દેવો છે, તેને સૂત્રબદ્ધ કરનાર શ્રી ગણધર ભગવંતો છે. આ જીવન તેનું પાલન કરનાર અને વિધિવત્ નિર્માણ કરનાર મુનિશ્વરો છે. સમયની મર્યાદામાં પાલન કરનાર ગૃહસ્થ છે. સુશ્રાવક, સુશ્રાવિકાઓ છે.
જેમ ગ્રીષ્મઋતુમાં મુસાફરને માર્ગમાં વૃક્ષની છાયા શીતળતા આપે છે, તેમ સંસારથી સંતપ્ત ગૃહસ્થને બે ઘડીનું શુભભાવકપૂર્વકનું સામાયિક સમતા આપે છે. આત્માનો આંતરિક પ્રકાશ પ્રગટ થતાં અજ્ઞાનમય અંધકાર દૂર થાય છે. અધ્યાત્મમાર્ગમાં આરૂઢ થવા સન્મિત્ર છે. સમાધિ દશાનું બળવાન કારણ છે માટે “બહુ સો સામાઈયું કુજા” સામાયિકની ત્રીજી પ્રતિમામાં સૂચવ્યું છે કે પ્રમાદ વર્જીને સવાર-સાંજ ઉભયકાળ સામાયિક અવશ્ય કરવું.
સામાયિકની વિશદતા અને વિવિધતા સામાયિકનો ફકત સામ શબ્દ જ અનેક ઉત્તમ પરિણામને પ્રગટ કરે છે. મૈત્રી આદિભાવોથી ભરપૂર એનું સામર્થ્ય છે. શ્રી આચારંગ સૂત્રમાં તેનું માહાત્મ બતાવ્યું છે કે
સમસ્ત જીવરાશિને આત્મવતુ માનીને તેની રક્ષા કરવી જોઈએ. કોઈને પણ દુઃખ થાય નહિ તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. કારણ કે સર્વ જીવોની રક્ષા દ્વારા સંયમની સુરક્ષા થાય છે, અને સંયમની રક્ષા વડે સ્વાત્માની રક્ષા થાય છે. તેથી સમસ્ત જીવો પ્રતિ મૈત્રી ભાવ વડે તેમની હિંસાનો ત્યાગ કરવો. તે સર્વેને પૂર્ણ પણે અભય કરવા, તેમાં આત્માને પણ અભયની પ્રાપ્તિ થાય છે.”
જોકે સમસ્ત જીવો પ્રત્યે સમતાના પરિણામ છઘસ્થ-ગૃહસ્થને માટે સંભવ નથી. તો પણ શક્ય તેટલી હિંસા ત્યાગ અને અહિંસાનું સેવન કરવું જોઈએ. આ સામાયિક વિશાળતા અને વિવિધતાથી ભરપૂર છે. અર્થાત્ સામાયિકમાં શું નથી? ધર્મનાં સર્વ અવલંબનો, આરાધના, અનુષ્ઠાનો તેમાં સમાય છે.
• સામાયિક રત્નત્રયરૂપ છે. • શ્રુત સામાયિકઃ સમ્યકજ્ઞાન સ્વરૂપ છે.
૩૫