________________
યોગી છે.
અજ્ઞાન અને મોહનો સંપૂર્ણપણે નાશ કરે તે સર્વજ્ઞ છે.
સંસાર, સંસારરૂપી ઉન્માર્ગ અને સાંસારિક સંબંધો કે સાધનો વડે જીવનો વૈભાવિક ભાવ પરિવર્તન પામતો નથી. તે માટે મુક્તિ, મુક્તિરૂપી સન્માર્ગ અને મુક્તિમાર્ગના મહાત્માઓનો પરિચય જરૂરી છે. તેઓના સમાગમમાં તત્ત્વરુચિ, તાત્વિક અભ્યાસની આવશ્યકતા સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રના સ્વગુણનો પુરુષાર્થ દઢપણે કરવો જરૂરી છે.
| સામાયિકમાં પરિણામની સહજ સન્મુખ થાય છે ત્યાં સ્વાત્મા જ પરમાત્મા છે, શ્રદ્ધા દેઢ થાય છે, પરિણામની જેટલી તન્મયતા તેટલી સન્મુખતા. ત્યારે સ્વરૂપ રમણતા ટકે છે, તે જ સુખશાંતિ છે. પછી સાધકને કશું જ દુ:સાધ્ય નથી. અજ્ઞાનરૂપી અંધકાર ઉલેચાઈ ગયો પછી જીવને માર્ગ મળી જાય છે. દેવગુરુની કૃપા સ્વરૂપમય બની જાય છે.
બાહ્ય પ્રવૃત્તિમાં વિકલ્પો રહેશે. તેમાં શુભાશુભ, રાગદ્વેષાત્મક ભાવો હશે. તેથી સુખદુઃખના ભાવ ઉઠશે, તમે ઘેરાઈ જશો. તમે તેને બદલી શકતા નથી. કાંઠે ઉભા જોઈ શકો છો. તમે સ્વયંમાં રહો, જગત નિયમથી ચાલે છે તેમાં હસ્તક્ષેપ ના કરો. તમારે બહિર્મુખતામાંથી અંતરમાં જવાનું છે. અંતરમુખદશામાં અંતર બહાર પ્રવૃત્તિ તો ચાલશે પણ તમે જ્ઞાયક રહેશો. કર્તાપણું નહિ હોય. ગમે તેટલું સુંદર ભોજન કરવા છતાં તેમાંથી ઘણું મળ બની નીકળી જશે. છતાં તે ભોજનમાંથી જે સાત્ત્વિકતા મળી તે ઉપયોગી હતી. જીવનમાં એ જ કાર્ય કરવાનું છે. જે સ્વરૂપથી નિષ્ઠયોજન છે તે દૂર થઈ જશે. તાત્ત્વિકતા ટકી જશે. તમે તો જ્ઞાયકજ છો. જે કંઈ ઘટના ઘટે સાર ગ્રહણ કરો, નિઃસાર છૂટી જશે. તમારું શુદ્ધિકરણ દઢ થતું જશે.
૩૨