________________
સર્જન છે. માટે ગીતાર્થજનો કહે છે તું જો સમભાવ વડે સ્વરૂપમાં સંતુષ્ટ છું તો સમગ્ર સૃષ્ટિ તારા પ્રત્યે સંતુષ્ટ છે. માટે જનસમૂહને તુષ્ટ કરવાનું જવા દે અને તારી જાતને સમતામાં સ્થિર કર. કારણ કે જગતને રૂડું દેખાડવા તું પૂરી જિંદગી ખર્ચે તો પણ અસારમાં ઉભેલો જનસમૂહ ખુશ થવાનો નથી. માટે આ એક ભવ હવે તું સ્વયં તારામાં જ સંતુષ્ટ થા. જેથી તારું શુદ્ધ સ્વરૂપ જ વિશ્વ વ્યાપક થઈ વિશ્વકલ્યાણનું નિમિત્ત બનશે.
“યદિ – સાખ્ય સંતુષ્ટો વિશ્વ તુષ્ટ તદા તવ તલ્લોસ્યાનું નૃત્યા, કિં સ્વમેવૈકં સમ કુરુ.” સામાયિક એટલે સમભાવ પરિણામ, આવા અચિંત્ય મહિમાવાન શુદ્ધ પરિણામની પ્રાપ્તિ માટે સર્વસાવદ્ય-હિંસાત્મક પાપવ્યાપારનો ત્યાગ કરી, વળી નિર્દોષ - નિરવધે સુકૃત્ય-યોગોનું સેવન કરવું જરૂરી છે.
સમભાવનો આચાર મૈત્રી આદિ ભાવનાને ધારણ કે સેવન કરીને થાય છે. સાધકમાં જ્યારે વેર જેવા ભાવ કે સંસ્કાર નષ્ટ થાય છે ત્યારે મૈત્રી આદિ ભાવો સક્રિયપણે ધારણ થાય છે. એટલે સામાયિક કેવળ બે ઘડીની વિધિ માત્ર નથી પરંતુ નિર્દોષ અને નિષ્પાપ જીવનની પ્રતિજ્ઞા છે. જે જિનાજ્ઞાનું અનુસરણ છે. પ્રજ્ઞાવંત સાધકો તેવા નિરવદ્ય જીવનના સ્વામી છે.
મન, વચન અને કાયા નિરંતર ક્રિયાશીલ હોય છે. તે ક્રિયા જો સ્વરૂપ લક્ષવાળી હોય તો ગુણકારી ગણાય છે. પરંતુ જો સ્વરૂપથી વિમુખ અને વિષય વિકાર, વિભાવની સન્મુખ હોય તો બાધક છે, અહિતકારી છે. તેથી ગુણકારી ક્રિયા આદરવા યોગ્ય છે. અને અગુણકારી ક્રિયા ત્યજવા યોગ્ય છે.
અજ્ઞાનવશ જીવનો સ્વભાવ અન્યના સંબંધમાં આકર્ષિત થાય છે. તેથી તે વિભાવદશામાં પ્રવૃત્ત થાય છે, એવા અવળા પરિણામી જીવસ્વભાવને સ્વભાવ સન્મુખ કરવા આત્મલક્ષયુક્ત તે યોગોની સક્રિયા આવશ્યક છે. અજ્ઞાન અને મોહનું યુગલ જીવને મૂંઝવે છે.
અજ્ઞાન અને મોહને જાણે તે જ્ઞાની છે. અજ્ઞાન અને મોહને મૂળમાંથી કાઢવાનો પ્રયાસ કરે તે સાધક
૩૧