________________
તેવા છે. વીતરાગ પરમાત્માની ભક્તિ અને સ્મૃતિ જો તીવ્ર બને, તો રાગાદિ દૂર થાય. રાગાદિ જ દુઃખના કારણ છે, તે દૂર કરવા જોઈએ તેવી સભ્ય શ્રદ્ધા સમ્યગૃજ્ઞાનને પરિણાવે છે. અને તે જ્ઞાન વીતરાગતા પ્રત્યે ઝુકે છે. રાગાદિ દૂર કરવાનો આ જ ઉપાય છે.
આત્મરુચિ કે આત્મનિષ્ઠાથી વીતરાગની ભક્તિમાં ટકી શકાશે. આત્મનિષ્ઠા સ્વયં રાગાદિ રહિત ભાવ છે. આત્મનિષ્ઠા પ્રકાશમય છે. બહારના વિશ્વમાં જેમ અંધકાર અને અજવાળાનો ક્રમ છે, તેવું જીવનમાં છે. અજ્ઞાન તે અંધકાર છે. જ્ઞાન તે પ્રકાશ છે. રાગ-દ્વેષના અભાવરૂપ આત્માના મધ્યસ્થ પરિણામરૂપ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ગુણોનો લાભ તે સ્વયં સામાયિક છે. જેમ જેમ સમપરિણામ વૃદ્ધિ પામે છે, તેમ તેમ જ્ઞાનાદિ ગુણો વૃદ્ધિ પામે છે.
આત્મશક્તિને પ્રગટ કરનાર, રાગદ્વેષથી મધ્યસ્થ રાખનાર નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, સમ્યગુશ્રદ્ધાનો સ્પર્શ કરાવનાર, સર્વ જીવરાશિ પ્રત્યે સમત્વની પ્રતિષ્ઠા કરાવનાર, દુર્ગતિને નિવારનાર, મુક્તિ સુધીની યાત્રાનો સાથી બે ઘડીનું શુદ્ધ સામાયિક છે.
સમતા એ જનનીનો એવો ખોળો છે જ્યાં કેવળ વાત્સલ્ય અને રક્ષણ છે.
બે ઘડીના સામાયિકથી માંડી યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચાડી, પરમ વિતરાગતા પ્રગટ કરનાર. અંતે કેવળજ્ઞાન પ્રગટ કરી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થવાના મૂળમાં સામાયિક છે.
સામાયિકનું અનુષ્ઠાન સીમાબદ્ધ નથી. તેથી જ અસીમ એવા ચૈતન્યની સ્પર્શનાનું સાધન મનાયું છે. એ ઉપરાંત સામાયિક જ આત્મા કહેવાય છે. ગમે તે મિથ્યા માન્યતાનું સેવન કે આગ્રહ અનુચિત ક્રિયા થવી તે સામાયિકના વિધાનથી બહાર છે. સામાયિકની વિધિ કરવાનું માહાભ્ય તેનાં સૂત્રો સૂચવે છે. સૂત્રો માં સમગ્ર વિશ્વ પ્રત્યેનો સદ્ભાવ અને આત્મ સ્વભાવને પ્રગટ કરનારા અર્થો ભર્યા છે.
આ બે ઘડીનું શુધ્ધ સામાયિક જીવના અનાદિકાળના થયેલા પરિભ્રમણનો છેદ કરે છે, ભાવિ ભવભ્રમણ ટળે છે. જૈન દર્શનની કેટલીક વિશિષ્ટતામાં આ એક વિશિષ્ટતા છે. જેમાં આવાં વિધાનોનું
૩૦