________________
થશે, પાપો નષ્ટ થશે.
સૌની સાથે આત્મીયતા રાખવી તેને માટે વ્યવહાર ધર્મમાં હું સર્વનો અને સર્વ મારા છે. અને અશુભમાં જ્યારે કંઈ સાથ ન મળે. ત્યારે એમ ચિંતવવું હું એકલો આવ્યો છું. એકલો જવાનો છું. મારાં કરેલાં કર્મ હું ભોગવવાનો છું. આમ દ્વિપાંખી વિચારણાથી સમતા ટકે છે. નહિ તો વ્યાકુળતા થશે કે સૌ સુખમાં જ સગાં છે. દુઃખમાં કોઈ ભાગ પડાવતું નથી.
આખો સંસાર સૌના પુણ્ય-પાપને અનુસરે છે. વાસ્તવમાં જિનશાસનમાં જીવ એકાંતે એકલો કે પરાયો નથી. અન્યોન્ય સંયોગોને આધીન સંબંધ થાય છે. સ્વાર્થને કારણે પરને એકાંતે પરાયા માનવાથી માનવ માનવતા રહિત બને છે. સ્નેહ અને લાગણીના દુકાળમાં જીવતો હોય છે. પરિણામે એવા જીવનમાં ધર્મ સંસ્કારનું બીજ પડતું નથી. પરને સ્વતુલ્ય માનવાથી ધર્મ સંસ્કારનું બીજ પડે છે. સર્વ જીવે પ્રત્યે આત્મદૃષ્ટિ રાખ્યા વિના આત્મા કદી ચિત્તશાંતિ કે સમાધિભાવ પામી શકતો નથી.
આવા સમાધિભાવ માટે વૈરાગ્ય, વિશ્વમૈત્રી અને સમ્યજ્ઞાનાદિની આવશ્યકતા છે. જ્યાં સુધી ચિત્તમાં રાગાદિભાવ છે ત્યાં સુધી જીવ સમતામાં આવી શકતો નથી. વૈરાગ્યભાવ સમતાનો પર્યાયવાચી શબ્દ છે. જે વિશ્વમાં તારી નિરંતર યાત્રા થઈ રહી છે, તે વિશ્વના સર્વ જીવો પ્રત્યે મૈત્રી રાખવી તે માનવીનું કર્તવ્ય છે. આવી સદ્વિચારણા સમ્યગ્જ્ઞાન વગર સંભવ નથી.
મનુષ્યભવ ઉત્કૃષ્ટ છે તો ત્યાં કાર્ય પણ ઉત્કૃષ્ટ થવું જોઈએ. અને તે કાર્ય એટલે રાગાદિને દૂર કરવાનો બળવાન પુરુષાર્થ જોઈએ. સાધકને નિરંતર સ્મૃતિ ટકવી જોઈએ કે રાગાદિ દૂર કરવા જેવા છે. તેના વડે મનમંદિર દૂષિત થાય છે. મલિન ગૃહ, વસ્ત્ર, પાત્ર આદિ આપણને નાપસંદ છે, તેથી તેનો સંગ્રહ કરતા નથી તેમ રાગાદિ મારું અહિત કરનારા છે તેનો સંગ્રહ ન કરાય.
રાગાદિ ઘણા પુરાણા છે, કેવળ વિચાર કરવાથી તે જતા નથી. વીતરાગ પરમાત્માની પૂજા, પ્રાર્થના કે ભક્તિ વડે તેને નાથી શકાય
૨૯