________________ વડે ભૌતિક પદાર્થોના પ્રલોભનોથી, વિષયોથી ઈન્દ્રિયોને સંયમમાં રાખવા પ્રયત્ન કરવો જોઈએ. તે માટે સન્શાસ્ત્ર અને સંત-જ્ઞાની મહાત્માઓનો પરિચય આવશ્યક છે. કર્મગ્રસ્ત, દુઃખત્રસ્ત અને સંસારમાં વ્યસ્ત જીવો કેવા ભયાક્રાંત છે? તેનો ચિતાર નજરમાં રાખી, જગતના સ્વરૂપનો વિચાર કરવો, પ્રારંભમાં સુખના ભ્રમવાળાં પરિણામે દુઃખદાયક એવા વિષયો, કામનાઓ અને વૃત્તિથી સર્યું. પુરુષાર્થને ફોરવો. આત્મા સામર્થ્યવાન છે. સંતપુરુષોનો સાથ છે, તેમના બહુમાન વડે તમારા આત્માને ઓળખો. મુનિરાજો દેહને ગૌણ કરી સદા આત્માનું રક્ષણ કરે છે. તેમની પાસે શમ, સમતાનું મહાબળવાન સૈન્ય છે. જ્ઞાન ધ્યાન અને વૈરાગ્ય જેવાં બળવાન સેનાનીઓ છે. આવા યોગી, મુનિને, ઈન્દ્રિયો કે તેના વિષયો શું કરી શકે? સમતાનું આ પ્રભુત્વ મુક્તિદાતા છે. સામાયિકનું સમભાવનું સમતાનું સામર્થ્ય શાશ્વત સુખના સોપાન સિદ્ધ કરનાર છે. આ શમાષ્ટકનો સાર છે. - - - - - -- [ “પરહિતની વૃત્તિ અને પ્રવૃત્તિમાં સ્વહિતનું સંવેદન થવું. | | એ સાધના શુદ્ધ રીતે થઈ રહી છે, એનું પ્રમાણ છે. મારા પ્રયત્ન ! સિવાય મને કોઈ સુખી કરી શકે નહિ, એવા એકાંતવાદમાં ! જીવરાશિની હિતચિંતા કરનારા મહાન આત્માઓની અવગણના | થાય છે. તેમ જ મહાન આત્માઓનું અસ્તિત્વ જ નથી, અને છે ! તો તેઓ પોતા સિવાય અન્યનું કંઈ શુભ કરી શકતા નથી, એવી | 1 મિથ્યા માન્યતાનું પોષણ થાય છે.” 2 2