________________
અસત્યનો વિવેક. તે વિવેકથી પ્રત્યાખ્યાન થાય છે. તે પછી સંયમમાં આવે છે. તે સ્વભાવમાં સ્થિર થાય છે. તેથી વિજાતીય તત્ત્વોથી વિમુક્ત થાય છે. અંતરમાં ધ્યાનાદિ તપનો અગ્નિ પ્રજ્વલિત થાય છે તે શેષ કર્મોને બાળીને ભસ્મ કરે છે. તેથી સાધક શુધ્ધ થાય છે. પૂર્ણ સક્રિય થાય છે. તે અંતરના આનંદથી પૂર્ણ ભરાઈ જાય છે.
સમભાવની ઉપાસનાથી સાધક અનાસક્ત બને છે. શબ્દોનો ઉચ્ચાર કરનાર, ગંધનો અનુભવ કરનાર, સ્પર્શ અને રસની અનુભૂતિ કરનાર, શરીરની ક્રિયાનો સંચાર આ સર્વેમાં આત્માની સ્કૂરણા સંસ્કારવશ થાય છે. વાસ્તવમાં આત્મા જડ પદાર્થોને સ્પર્શતો કે ભોગવતો નથી. આત્મામાં આ કોઈ ક્રિયા થતી નથી આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેના જ્ઞાનમાં સર્વ પદાર્થોના ધર્મોની અવસ્થાઓ જણાય છે. અજ્ઞાનીને એમ લાગે છે કે આ પદાર્થોને પોતે ભોગવે છે. જ્ઞાની પદાર્થોને જાણે છે. તેમાં જેટલો રાગ થાય તેને પણ જાણે છે.
સ્ત્રી પુરૂષાદિ, વર્ણાદિ, નવા જૂના આદિ આત્માની પર્યાય દૃષ્ટિએ અવસ્થાઓ છે. નિશ્વયથી આત્મા સ્ત્રી આદિ કે વદિવાળો નથી.
ચિત્ત, મન અને અધ્યવસાય જ્યારે આત્માભિમુખ હોય છે. ત્યારે આનંદનો અનુભવ થાય છે જ્યારે તે ચિત્ત વિગેરે બહાર ફરે છે ત્યારે આનંદનો આભાસ મળે છે. આત્મના આનંદ માટે ચિત્ત વિગેરેનું આત્મામાં વિલીન થવું જરૂરી છે. મનશુદ્ધિ વગર આનંદ સંભવ નથી.
ગુપ્તિ એટલે નિવૃત્તિ તે મુક્તિ માટે જીવનનું સાધ્ય છે. પ્રવૃત્તિ સાધ્ય નથી. બાધ્ય છે. જો કે તે જીવન સાથે વણાયેલી છે તેથી સાધક શરીરની ઉપસ્થિતિમાં પૂર્ણ નિવૃત્ત થઈ શકતો નથી. માટે પ્રવત્તિમાં જાગૃત્તિ રાખવી જરૂરી છે તેથી તેના નિમિત્તે રાગાદિ ભાવની મલિનતા ન આવે. પરંતુ તે પ્રવૃત્તિ સમ્યગ્ રીતે કરે જેથી તે મલિનતાને દૂર કરવા સહાયક બને જાગૃતિ ન હોય તો તે મનાદિ યોગની પ્રવૃત્તિ આત્માને મલિન કરે છે. સાધકનો ત્યાગાદિનો વિવેક નષ્ટ થઈ જાય છે એટલે પ્રવૃત્તિ કરવી તો સમ્યપણે કરવી. અગર નિવૃત્તિ એટલે મનાદિયોગની ગુપ્તિ કરવી જેમાં આત્માનુભૂતિની સંભાવના રહે.
૨ ૨૭