________________
તે ક્રિયાકાંડો ઉપાદેય છે કે જે આત્માની નજીક લઈ જઈ શકે. જે ક્રિયા પરિભ્રમણનું કારણ બને કે પુણ્ય બંધાય તે ક્રિયા મુક્ત કેવી રીતે કરે? ક્રિયા તપ, જપ શીલ સર્વે આત્મશુદ્ધિ માટે છે. આત્મશુદ્ધિ વડે કર્મ ક્ષય થાય છે. સાધન અને સાથે બંનેની શુદ્ધિ આયંત આવશ્યક છે. મોક્ષમાર્ગની કેડી છે.
સક્રિયાની, અંતરમુખતાની વિશેષતાથી સંયમ ધારણ કરે સંયમથી સ્વભાવમાં સ્થિર થાય. સ્વભાવમાં રમણતા થવા વિજાતિય કર્મભારથી મુક્ત થાય. સહજ તપના પ્રભાવથી તૃપ્ત થઈ જાય. તપના અગ્નિવડે શેષ કર્મો ભસ્મીભૂત થઈ જાય સાધક સ્વયં શુદ્ધ થઈ જાય. સ્વાનુભૂતિ જન્ય આનંદથી ભરાઈ જાય, પૂર્ણ થાય.
ઉપાસનાની ફળશ્રુતિઃ ઉપાસનામાં પ્રથમ જ્ઞાનીના વચનનું શ્રવણ કરવું જેનું પરિણામ નિર્વાણ છે. ઉપાસનાના દસફળ જણાવ્યા છે.
(૧) શ્રવણ ઃ તત્ત્વોનું શ્રવણ. (૨) જ્ઞાનઃ સત્ અસનો વિવેક. (૩) વિજ્ઞાન : તત્ત્વોનું સૂક્ષ્મજ્ઞાન. (૪) પ્રત્યાખ્યાન ઃ હેયનો ત્યાગ ઉપાદેયનો સ્વીકાર. (૫) સંયમ : પાંચમહાવ્રત. આત્માભિમુખતા. (૬) અનાસવઃ કર્મોને આવવાના માર્ગોનો નિરોધ.
(૭) તપઃ આત્માને વિજાતીય તત્ત્વોથી વિમુક્ત કરી સ્વજાતીયમાં યુક્ત કરવી. તેના ઉપયોમાં બાર પ્રકારના તપ છે.
(૮) વ્યવદાન : પૂર્વ સચિત કર્મોનો ક્ષય થવાથી થતી વિશુદ્ધિ મન-વચન-કાયાનો નિરોધ.
(૯) અક્રિયા આત્માના સમસ્ત કર્મોનો દૂર થવાથી યોગનો નિરોધ, પ્રવૃત્તિની નિવૃત્તિ-અક્રિયા, નિર્વાણ.
(૧૦) શુદ્ધાત્માનું પ્રગટ થવું. સર્વથા સર્વ કર્મોનો ક્ષય.
કેટલાક જીવો અજ્ઞાનની નષ્ટ થાય છે. કેટલાક જીવો પ્રમાદથી નષ્ટ થાય છે. કેટલાક જ્ઞાન છે પણ તેના ઘમંડથી નષ્ટ થાય છે. કેટલા ભ્રષ્ટ-નખ થયેલાની સંમતિથી નષ્ટ થાય છે.
ધર્મના શ્રવણથી તત્ત્વજ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી સત્ય
૨ ૨૬