________________
સ્વતંત્ર ચેતનાના વિકાસને બાધક થાય છે. તેથી સાધક રાગાદિ ભાવમાં અટવાય છે ત્યારે તેની ચેતના પવિત્ર નથી રહેતી. ધર્મ પ્રત્યે અહિતકારી નથી. પણ વાડાબંધીરૂપ ધર્મોમાં વિષમતાઓથી ઘેરાઈ જાય છે. તેમાં વ્યક્તિ અટવાઈ જાય છે. એટલે સ્વભાવરૂપ ધર્મ પામી શકતી નથી તેની ચેતનાનો વિકાસ થતો નથી.
વાસ્તવમાં ધર્મ જીવને જન્મ જરા મરણના મહા પ્રવાહમાં વહેતા પ્રાણીઓની રક્ષા કરે છે. ઉત્પન્ન થવું, જીર્ણ થવું. સમાપ્ત થવું તેમાંથી એક પણ પદાર્થ આ નિયમથી નિરપેક્ષ નથી. બધું જ પરિવર્તનશીલ છે. એક વસ્તુનો સ્વભાવ જ શાશ્વત છે.
આગમની અપેક્ષાએ મિથ્યાષ્ટિ સમ્યગુજ્ઞાનને પાત્ર નથી. તેને સ્વભાવમાં આનંદ નથી હોતો. વાસ્તવમાં જ્ઞાન સમ્ય કે અસમ્યમ્ નથી. જેમ પાણીને કોઈ આકાર નથી. પાત્રના આધારે આકાર મનાય છે. તેમ જ્ઞાન મિથ્યાષ્ટિની અપેક્ષાએ મિથ્યાજ્ઞાન મનાય છે. સમ્ય દષ્ટિનું જ્ઞાન સમ્યગુ છે. આમ જ્ઞાન વ્યક્તિની પાત્રતા પર અવલંબે છે. જ્ઞાન તો જ્ઞાન જ છે. તે માત્ર જાણવાનું કાર્ય કરે છે. મિથ્યાષ્ટિનું જ્ઞાન વસ્તુને વિપરીતપણે જાણે છે. સમ્યગુદૃષ્ટિ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જાણે છે. આત્મા વિષે તેને સંશય નથી કે વિપર્યાલ નથી. જે છે તે છે જે આત્મિય ગુણોમાં આત્માને જોતો નથી. તીવ્ર મોહના ઉદયથી તે દિશામૂઢ છે. અલ્પ પણ મોહનો ઉદય આત્મવિકાસમાં બાધક છે. આ મારું નથી અને હું આનો નથી તે વ્યક્તિ મોહજિત છે.
સંસાર અને મોક્ષ બે મુખ્ય તત્ત્વ છે. બંને તદ્દ્ન જૂદા જ છેડાના છે. મોક્ષને આત્મસુખ અપેક્ષિત છે. સંસારને દૈહિક સુખ અપેક્ષિત છે. જો માનવ સંસાર સુખથી ખરેખર વિરમે છે. તૃપ્ત થાય છે ત્યારે તેને આત્મિક સુખની કાંક્ષા ઉઠે છે. આત્મિક સુખ પામે દૈહિક સુખ નગણ્ય છે. જે વ્યક્તિ તે તે સુખને જ જૂએ છે તે મોક્ષથી દૂર થઈ જાય છે. દૈહિક સુખની નિવૃત્તિ થાય તો જ આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. શરીરના પોષણ આદિની મુખ્યતા થાય તો મોક્ષ ગૌણ કે અનાવશ્યક થાય છે. જો દેહજ મોક્ષ સાધના માટે બને છે તો તેની બધી જ ક્રિયાઓ મોક્ષેચિત બને છે.
૨ ૨૫