________________
જાય. આ વિશ્વમાં કોઈ પદાર્થ મારો નથી. આ દેહ પણ મારો નથી. દેહ પડોશી છે. પડોશીનું દુઃખ જણાય પણ તન્મય ન થવાય. તેમ દેહના દર્દ ઉપયોગમાં જણાય પણ તન્મય ન થાય. આવું ચિંતન સમભાવ પેદા કરે. આમ ભાવના કરતો સાધક સર્વવિરતિના પરિણામનું ચિંતન કરે છે. અને ભવિતવ્યતાના યોગે યોગીપણું પામે છે.
- જ્ઞાનનો પરિપાક : આત્મપરિણતિરૂપ જ્ઞાનનો પરિપાક, આત્માના શુદ્ધ અનંતગુણમય સ્વરૂપનું પરિણમન તે સમતાયોગ છે. મહામુનિઓની એ અવસ્થા છે. સમતાયોગની આવી ઉચ્ચ દશા અધ્યાત્મયોગ, ભાવનાયોગ અને ધ્યાનયોગ વડે સાધ્ય બને છે.
અધ્યાત્મયોગ ચિત્તવૃત્તિઓના શમનવાળો, નિર્મળવૃત્તિવાળો નિરંતર અધ્યાત્મયોગને સાધે છે.
ભાવનાયોગઃ મૈત્રી, પ્રમોદ કરુણા અને માધ્યસ્થ ભાવનાઓ વડે સમવૃત્તિવાળો હોય છે. તત્ત્વચિંતન યુક્ત હોય છે.
ધ્યાનયોગઃ પ્રશસ્ત વિષયમાં સ્થિર દીપકની જેમ નિશ્ચલ ઉપયોગવાળો. આવો સમાયોગી કોઈ શુભાશુભ વિષયમાં ઈષ્ટ અનિષ્ટ ભાવ કરી વિચલિત થતો નથી.
કર્મથી ઉત્પન્ન થયેલા વિવિધ ભેદનો વિકલ્પ નથી તેવો એ યોગી જગતના જીવોને આત્મવત્ જાણે છે. સ્વરૂપમાં તે અભેદપણે રહે છે તેમ ચૈતન્યમાત્રમાં અભેદભાવે જુએ છે. કારણ કે તે વિશ્વનું અવલોકન ચર્મચક્ષુ વડે કરતો નથી. શુદ્ધ આત્મસ્વરૂપે વિશ્વ દર્શન કરે છે. આમ દ્રવ્યથી આત્મસ્વરૂપે અને પર્યાયથી સંસારકાલીન અવસ્થાઓની ભિન્નતાને જાણીને પોતે શમરસમાં નિમગ્ન છે.
સમદર્શી યોગી માનવમાં ઉચ્ચતા કે નીચતાને જોતા નથી તેમ પશુ આદિમાં પણ ભેદ જોતા નથી. સર્વત્ર ચૈતન્યનો વિલાસ નિહાળી અવિચળ રહે છે.
સમાધિદશાને પ્રાપ્ત કરનાર, આરાધન કરનારને બાહ્ય આચારાદિ હોય છે, પરંતુ જે સમાધિયોગમાં નિશ્ચલ થયો છે તે સમભાવ વડે સ્વરૂપ રમણતામાં લીન છે. સમાધિયોગને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાને બાહ્ય પ્રવૃત્તિ, વિધિ, આચાર ઉદયબળ હોય છે, પરંતુ તે સર્વે
૨૦