________________
શ્રવણની તીવ્ર જિજ્ઞાસા, ધર્મારાધનામાં દઢ નિષ્ઠા. શત્રુ પ્રત્યે પણ સમભાવ, વિષય વાસના પ્રત્યે વૈરાગ્ય. આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે તેવી શ્રદ્ધા સહિત તેની પ્રાપ્તિની તીવ્ર અભિલાષા, દુઃખી જીવો પ્રત્યે કરુણા, ભવભ્રમણ પ્રત્યે ખેદ. દેહ અને આત્માની ભિન્નતાની સજગતા. તેના ભેદજ્ઞાન વગર દર્શનમોહ નષ્ટ નથી થતો. સમ્યકત્વ સામાયિકનું પાદચિન્હ ભેદજ્ઞાન છે.
આવા ગુણોયુક્ત સાધક સમ્યકત્વ સામાયિકની પ્રાપ્તિ કરે છે. શ્રત સામાયિક તથા સમ્યકત્વ સામાયિક બંને જુગલબંધી જેવા છે. અન્યોન્ય સહાયક છે. આમ સામાયિકના પરિણામની શુદ્ધિ થતાં તે આત્માર્થી દેશવિરતિ સામાયિકની પાત્રતામાં આવે છે. સર્વવિરતિ સામાયિકનો અર્થી :
સર્વ વિરતિ સામાયિકનો અર્થી સર્વસંગ પરિત્યાગી છે. તેની સમસ્ત ક્રિયાભાવના મોક્ષમાર્ગને અનુસરે છે. સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધિ થતી રહે છે. જિનેશ્વર પ્રણિત તત્ત્વોની અખંડ શ્રદ્ધાનો ધારક હોય છે. ગુરુની આજ્ઞાને આધીન વર્તે છે. અંતે એકાંત સાધનાનો ક્રમ સાધે છે. અંતે નિર્વિકાર સમાધિને પામે છે. નિઃસ્પૃહભાવે ધર્મકાર્યોમાં પ્રયત્નશીલ હોય છે. તેનાં તે સર્વ કાર્યો સામાયિક ચારિત્રને અનુરૂપ કે પૂરક હોય છે. સર્વ જીવની રક્ષાયુક્ત સર્વ વિરતિ સામાયિક છે. ઉપયોગ શૂન્ય સામાયિક માત્ર ક્રિયા છે. ઉપયોગપૂર્વક સામાયિક ભાવ સામાયિક હોવાથી તે આત્મજ્ઞાનને પ્રગટ કરનારું છે. આત્મામાં પ્રવેશ કરાવે તે સામાયિક છે. દેશવિરતિ સામાયિકનો અર્થી
પોતાની ભૂમિકા અનુસાર શાસ્ત્રોક્તવિધિયુક્ત આરાધન કરે છે. ગુરુનું બહુમાન પૂર્વક વંદન ધર્મશ્રવણ આરાધન કરે છે. નવકાર મંત્ર, જિનેશ્વર ભક્તિ, વિધિ સહિત પૂજા, દાનાદિ ધર્મ પાળે છે. આવશ્યક ક્રિયાઓ નિયમિત કરે છે. વ્રતાદિનું પાલન કરે છે.
આરંભ સમારંભ કે પરિગ્રહનો સંક્ષેપ કરે છે. સાંસારિક પ્રસંગો કે વ્યવહારોને છોડતો જાય છે. ન્યાયનીતિપૂર્વક જીવન જીવે છે. મૈત્રી કે અનિત્યાદિ ભાવનાઓનું ભાવન કરે છે. આ પ્રમાણેના આચારો
૧૭