________________
સદ્ગુરુની ધર્મવાણી સાંભળી તે મુજબ જીવન જીવવું.
ગુણીપુરુષો પ્રત્યે હૈયામાં સદ્ભાવ અને બહુમાન રાખવું. પોતાની શક્તિ મુજબ ધર્મકાર્યોમાં સદા ઉદ્યમશીલ બનવું.
દેહાદિ જડ પદાર્થોની આસક્તિના ત્યાગ દ્વારા આત્મિક ઉત્થાનની પ્રતિપળ ચિંતા રાખવી. ૨. દેશવિરતિ સામાયિક પ્રાપ્તિના ઉપાય :
સ્વભૂમિકાને અનુરૂપ શાસ્ત્રોક્ત અનુષ્ઠાનોનું વિધિપૂર્વક પાલન કરવું.
નમસ્કાર મહામંત્રનું સદા સ્મરણ, મનન અને ચિંતન કરવું. જિનેશ્વર પ્રભુની ત્રણે કાળ સ્વ-દ્રવ્યથી વિધિપૂર્વક પૂજા કરવી. ગુરુવંદન, સેવા, ભક્તિ અને તેમની પાસે ધર્મનું શ્રવણ કરવું. શુદ્ધાશયથી યથાશક્તિ દાન આપવું.
શ્રાવકધર્મને બાધા ન આવે એ રીતે મહા આરંભ સમારંભવાળા કર્માદાન વગેરેનો ત્યાગ કરી ન્યાય-નીતિપૂર્વક આજીવિકા ચલાવવી.
ઉભયકાળ પ્રતિક્રમણ કરવું. જીવાદિ તત્ત્વોનું અધ્યયન અને મનન કરવું. અનિત્યાદિ બાર ભાવનાઓથી સદા ભાવિત રહેવું.
ઈત્યાદિ “શ્રાદ્ધવિધિ' વગેરે ગ્રન્થોમાં બતાવેલા શ્રાવક યોગ્ય આચારોનું પાલન કરવાથી દેશવિરતિ સામાયિકની વિશુદ્ધિ વધતી જાય છે. અને તેના પ્રભાવથી ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થતાં દેશ-સર્વવિરતિ સામાયિકની પ્રાપ્તિ થાય છે. ૩. શ્રત અને સમ્યકત્વ સામાયિકના ઉપાય :
તત્ત્વશ્રવણની તીવ્ર તાલાવેલી જગાવવી. ધર્મ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરવી.
દેવાધિદેવ અરિહન્ત પરમાત્મા તથા નિર્ચન્થ ગુરુભગવંતોની સેવા-ભક્તિ કરવી. અપરાધીને પણ ક્ષમા આપવી. તેનું પણ બૂરું ન ચિંતવવું.
વિષયો પ્રત્યે ઉદાસીનભાવ-વૈરાગ્ય કેળવવો. આત્મામાં પૂર્ણાનંદમય સ્વરૂપને અનુભવવા અત્યન્ત ઉત્કંઠા
૧૮૫