________________
નથી. આ દશ્ય જોઈ ઈલાપુત્ર મનમાં વિચારવા લાગ્યો કે, હું આ નટડી પાછળ પાગલ બન્યો છું. જ્યારે આ મહાત્મા કેવા નિર્મોહી છે....!
આવા વિચાર કરતાં મોહનો અંધારપટ દૂર થયો. શુભ ભાવનાની શ્રેણી ઉપર ચઢયા. દોરડા ઉપર જ કેવલજ્ઞાન પામ્યો! ઈલાપુત્રના કેવલજ્ઞાનનો મહોત્સવ કરવા દેવતાઓ આવ્યા... વાંસનું સિંહાસન બની ગયું. આ દિવ્ય સિંહાસન વગેરે જોઈ રાજા, નટ, નટી વગેરે સર્વ પ્રતિબોધ પામ્યા!
તત્ત્વની જાણકારીરૂપ ઈલાપુત્રનું આ પરિજ્ઞા સામાયિક કહેવાય.
(૮) પ્રત્યાખ્યાન સામાયિક ઉપર તેટલીપુત્રની કથા : તેતલપુર નગરમાં કનકકેતુ રાજા રાજ્ય કરે છે. રાજ્યનો લોભી રાજા પોતાને જેટલો પુત્રો થાય તે બધાને રાજ્યગાદીને લાયક ન રહે માટે ખોડખાંપણવાળા બનાવતો. આ રાજાને તેટલીપુત્ર નામનો મંત્રી હતો. તેટલીપુત્રને પોટિલા નામની પત્ની હતી. આ માનિતી પત્ની એક દિવસ અણમાનિતી થઈ ગઈ ! તેથી મંત્રી પત્ની સાથે બોલતો નથી.
એક દિવસ એક સાધ્વીજી મ. એમને ત્યાં ગોચરી પધાર્યા. પોટિલાએ સાધ્વીજીને કહ્યું, મારા પતિને વશ કરવાનો ઉપાય બતાવો! - સાધ્વીજી મહારાજે સંસારની અસારતાનો ભવ્ય ઉપદેશ આપ્યો. પોટિલાએ સંસારથી વૈરાગ્ય પામી પતિ પાસે દીક્ષાની અનુમતિ માંગી. પતિએ કહ્યું. દીક્ષા લઈ દેવગતિ પામી, મને પ્રતિબોધ પમાડવા આવે તો અનુમતિ આપું.
પોટિલાએ એ વાત કબૂલ કરી દીક્ષા લીધી. ૧૧ અંગ ભણી શુદ્ધ મનથી ચારિત્રનું પાલન કરી અનુક્રમે સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવલોકમાં દેવ થઈ!
આ બાજુ રાણીને પુત્ર જન્મ થયો. રાજા ન જાણે તે રીતે તેટલીપુત્ર એને પોતાના ઘરે લઈ ગયો. કનકધ્વજ નામ પાડયું. મોટો થયો. સર્વકળાઓ શીખવીને હોશિયાર બનાવ્યો.
કાળ કાળનું કામ કરે છે. કનકકેતુ રાજા મરણ પામ્યો. મંત્રીએ
૧૮o