________________
કનકધ્વજને રાજગાદીએ બેસાડયો અને રાજ્યનો વહીવટ પોતે સંભાળવા લાગ્યો. રાજ્યનો મોટો વહીવટ સંભાળવામાં ધર્મ ભૂલી ગયો.
દેવ થયેલી પોટિલાએ પોતાના પૂર્વભવના પતિને આપેલ વચન પ્રમાણે પ્રતિબોધ કરવા રાજા વગેરેના મનમાં મંત્રી પ્રત્યે નફરત પેદા કરી. સવારે મંત્રીએ રાજસભામાં જઈ રાજાને સલામભરી પણ રાજાએ મોઢું ફેરવી નાંખ્યું એટલે અન્ય સભાજનોએ પણ મોઢું ફેરવી નાંખ્યું. અપમાનિત થયેલો તેટલીપુત્ર આપઘાત કરીને મરવા અનેક ઉપાયો અજમાવે છે... પણ.... પેલો દેવ બધા જ ઉપાયોને નિષ્ફળ બનાવી દે છે! અંતે ઊંડા વિચારમાં પડયો છે ત્યારે દેવ પ્રગટ થાય છે અને કહે છે. મંત્રીશ્વર ! સંસારનું સ્વરૂપ આવું જ છે ! બધા સ્વાર્થના સગા છે, વાસ્તવિક પણે કોઈ કોઈનું નથી. વગેરે દેવતાના વચનોથી તેટલીપુત્ર પ્રતિબોધ પામ્યો... દેવ પોતાના સ્થાને ગયો. તેટલીપુત્ર સંસારની અસારતા જાણી દીક્ષિત થયો. દુસ્તર તપ કરી ધાતિકર્મ ખપાવી કેવલજ્ઞાન પામ્યો...! - આ રીતે પ્રત્યાખ્યાન એટલે છોડવા લાયકનો ત્યાગ કરવારૂપ આ સામાયિક કરીને તેટલીપુત્ર મુનિ શાશ્વતપદને પામ્યા !
સામાયિકનું ફળ એક માણસ રોજ લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજો માણસ રોજ સામાયિક કરે તો એ બેમાં સામાયિક કરનાર મોટું ફળ પામે છે. સમભાવે બે ઘડીનું સામાયિક કરનારો શ્રાવક, સામાયિકમાં આયુષ્ય બાંધે તો વૈમાનિક દેવલોકનું બાણું ક્રોડ ઓગણસાઈઠ લાખ પચીસ હજાર નવસો પચીસ ઉપર ત્રણ અષ્ટમાંશ (૯૨૫૯રપ૯૨પ૩/૮) પલ્યોપમનું આયુષ્ય બાંધે. ક્રોડો ભવો સુધી તપ તપતાં જે કર્મ ક્ષય ન થાય તે કર્મોનો ક્ષય સામાયિકમાં સમતા ભાવથી આત્માને ભાવિત કરતાં અડધી ક્ષણમાં થઈ જાય છે. જે કોઈ જીવો મોક્ષે ગયા, જાય છે કે જશે તે બધો સામાયિકનો
૧૮૧