________________
સામાયિકનું વ્રત માનવને તે પણ જૈન દર્શનમાં જ મળે છે.
સામાયિક સ્વયં ઉત્કૃષ્ટ ક્રિયા છે. પરંતુ આત્મા હજી ઘણા શુભાશુભ સંસ્કારવાળો છે, તેથી બે ઘડી સુધી શુદ્ધભાવમાં ટકી ન શકે ત્યારે મન, વચન અને કાયાના સૂમ દોષો થઈ જાય છે. પણ તે દોષો પ્રત્યે અજાગૃત રહેવા જેવું નથી. તેથી તેવા દોષો પ્રત્યે જાગૃત રહેવા માટે મનના દસ, વચનના દસ અને કાયાના બાર એમ કુલ બત્રીસ દોષામાંથી કોઈ પણ દોષ સેવાઈ જાય તો તે પણ મિથ્યા થાઓ એવો ભાવ કરવાનો છે.
કેવળ ભાવશુદ્ધિ માટેની આ ક્રિયાની ગંભીરતા બત્રીસ દોષો રહિત પ્રકારોથી સમજાય છે. ઉપકરણો લઈ બેસી જવું. સમય પૂરો કરવો. કંઈ જપ કે ક્રિયા કરી લેવાં તે પૂરતું નથી. આત્મા પૂર્ણપણે તે ક્રિયામાં જોડાયેલો રહે, આત્મ સ્વરૂપે ટકે, તે સામાયિકનું હાર્દ છે, અને તે અમૃત ક્રિયા છે. જે સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રગટ કરે છે. માટે વારંવાર સામાયિક કરવું.
છ આવશ્યકમાં સામાયિક પ્રથમ આવશ્યક છે. તે જ તેની વિશિષ્ટતા બતાવે છે. વળી સામાયિકમાં મોક્ષમાર્ગ સમાય છે. માટે પુનઃ પુનઃ સામાયિક કરવું.
૧. શ્રુત સામાયિક : સમ્યજ્ઞાન સ્વરૂપ છે. ૨. સમ્યકત્વ સામાયિકઃ સમ્યગુદર્શન સ્વરૂપ છે.
૩. ચારિત્ર સામાયિક સમ્યગુચારિત્ર સ્વરૂપ છે. તેમાં દેશવિરતિ સામાયિક અને ૪. સર્વવિરતિ સામાયિક.
આ ચાર સામાયિકમાંથી, મનુષ્ય ચારે સામાયિકનો અધિકારી બની શકે છે.
દેવને પ્રથમના બે સામાયિકની પ્રાપ્તિ હોય છે. નારકને પ્રથમના બે સામાયિકની પ્રાપ્તિ હોય છે.
તિર્યંચને પ્રથમથી ત્રણ સુધીના સામાયિકની પ્રાપ્તિ હોય છે. જન્માંતર થતાં તે તે ગતિને યોગ્ય સામાયિક ઉત્પન્ન થાય છે.
મુનિ મહાત્માને ચોથુ સર્વવિરતિ સામાયિક હોય છે.
૧૬૩