________________
૪૫. બહુસો સામાઈયં કુા .
સામાયિક પારણ સૂરમ, સામાઈય વયજુતો. સામાયિકના ચારિત્રની અપેક્ષાએ પાંચ પ્રકાર છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાવાતચારિત્ર.
ગૃહસ્થ ધર્મમાં બાર વ્રતમાં સામાયિક નવમું અને શિક્ષાવ્રતમાં પહેલું વ્રત છે. તે ૪૮ મિનિટના સમયથી મર્યાદિત છે. છતાં સામાયિક એ મોક્ષનું કારણ હોવાથી તેનો મહિમા અપરંપાર છે. પુણિયા શ્રાવકના બે ઘડીના શુદ્ધ સામાયિકનો મહિમા પ્રભુ મહાવીરે શ્રી મુખે શ્રેણિકને બતાવ્યો હતો.
વળી સર્વે મુનિજનો, સંસારનો, સર્વસંગ પરિત્યાગ કરે છે ત્યારે આ જીવનના પ્રત્યાખ્યાન સામાયિકથી લે છે. ગૃહસ્થને આરંભાદિ હોવાથી તે વ્રતની મર્યાદામાં સામાયિક કરે છે. એટલે તેને સામાયિક પારવાનો વિધિ કરવો જરૂરી બને છે. તે વિધિ સૂચક આ સૂત્ર છે, અને એ સૂત્રનો પ્રતિધ્વનિ તો એ જ છે કે થઈ શકે તેટલી વાર પુનઃ પુનઃ સામાયિક કરવું જોઈએ. કારણ કે સામાયિક અશુભ અર્થાત્ આઠે કર્મોનો નાશ કરવાનું વ્રત છે.
છતાં પારવાનો વિધિ પરમાર્થથી વિચારીએ તો પારવું એટલે પાર ઊતરવું થાય છે. સમય થતાં સામાયિક પારવાની વિધિ પણ અગત્યની છે. સામાયિકમાં વ્યતીત થયેલો કાળ ઉત્તમ છે. બાકીનો કાળ સંસારવૃદ્ધિનું કારણ છે. માટે સર્વ-વિરતિયુક્ત સામાયિક આ જીવન માટે સર્વોત્તમ છે, તે ન થાય તો દેશ વિરતિ કરીને પણ સંસારભાવ ક્ષીણ કરવો. છેવટે શક્ય તેટલા સામાયિક કરવા. અરે છેવટે પર્વ દિવસે સામાયિક કરીને ભાવવિશુદ્ધિ કરવાનું ચૂકવું નહિ. કારણ કે સામાયિકમાં શ્રાવક સાધુ જેવો છે.
જો સામાયિકને તપ કહો તો તે કોડો જન્મના તપથી જે કર્મો ન ખપે તે બે ઘડીના શુદ્ધ સામાયિકથી ખપે છે. આવા ઉત્કૃષ્ટ સાધનને જે સેવતો નથી તે ખરેખર હીન પુષ્યવાળો છે. પુણ્યવાન આત્માર્થી પુનઃ પુનઃ સામાયિક કરી સમભાવનું સુખ પ્રાપ્ત કરે છે. ચારે ગતિમાં
૧૬૨