________________
કેવળજ્ઞાન પામે છે ત્યારે ગણધરોને દીક્ષાર્થ કરવા પ્રથમ સૂત્રોચ્ચાર પણ આ સૂત્રથી કરે છે. આ સૂત્ર આવી અપૂર્વ ક્રિયા માટે યોજાયેલું છે. ૧. કરેમિ ભંતેઃ આજ્ઞાપાલનથી વિનયનો વિકાસ છે. અને સંકલ્પની શુદ્ધિ છે. ૨. સામાઈયં સમસ્ત જીવ સૃષ્ટિ પ્રત્યે સમદષ્ટિનું શિક્ષણ છે. આમ આ સૂત્રના અર્થો ગંભીર છે. સમક્તિથી માંડીને મુક્તિ સુધીનું રહસ્ય પ્રગટ કરનારા છે. ૩. સાવજં જોગં - પચ્ચકખામિ? ત્યજવા યોગ્ય પદાર્થનું પ્રત્યાખ્યાન છે - ક્ષમાદિ ઉત્તમ ગુણોની ઉપાસના છે.
કરેમિ ભંતે સૂત્રમાં છ આવશ્યકનો મર્મ સમાઈ જાય છે. સામાયિક સ્વયં પ્રથમ આવશ્યક છે.
કરેમિભંતેઃ ભંતે કહેતા સ્તુતિરૂપે ચઉવિસલ્લો આવશ્યક છે. સામાઈય : સામાયિક આવશ્યક છે. સાવજે જોગં પચ્ચખામિ : પચ્ચખાણ આવશ્યક છે. તસ્મતે : ગુરુવંદન આવશ્યક છે. પડિક્કમામિ ઃ પ્રતિક્રમણ આવશ્યક છે. અપાણે વોસિરામિ કાયોત્સર્ગ આવશ્યક છે.
કરેમિભંતે સૂત્ર દ્વારા ભવ્યાત્માને ભવાંતની ભાળ મળે છે. નારકમાં દુઃખગ્રસ્ત જીવો, સ્વર્ગમાં સુખાસક્ત દેવો તિર્યંચમાં અજ્ઞાનવ્યસ્ત જીવોનું આ સદ્ભાગ્ય અતિ આંશિકપણે ક્વચિત પ્રાપ્ત થવાનો સંભવ છે. ભવ્યાત્મા મનુષ્ય જો આ સૂત્રનો મહિમા જાણે તો તો તેનો પૂર્ણ લાભ તેને પ્રાપ્ત થાય છે.
દસ મનના દસ વચનના બાર કાયાના બત્રીસ દોષ રહિત આવા સામાયિક જેવા ધર્મને સેવતો નથી તો તે જીવનો કર્મરાજા પળે પળે હિસાબ કરે છે. જેવો ભાવ તેવું ભ્રમણ તારે ભાગે લખાશે. તે પ્રમાણે પરમાર્થનો પંથ પળેપળની શુદ્ધિ માંગે છે. જો તું સભાન છું તો શુદ્ધિનો પંથ ખુલ્લો છે. માટે આ એક જન્મ બત્રીસ દોષો રહિત શુદ્ધ સામાયિકને સમર્પિત થવાની ભાવના કેળવી લે.
૧૬૧