________________
ચેષ્ટા રહિત શરીર વડે કાયોત્સર્ગાદિ સમયે આત્મા શુભ કર્મનો સંચય કરે છે, તથા સતત આરંભવાળા અને પરિણામે જીવ હિંસાદિ પ્રવૃત્તિવાળા શરીરથી અશુભકર્મને ભેગું કરે છે. અર્થાત્ સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ તે કાયયોગનું શુભ પ્રવર્તન છે. દેહાધ્યાસથી પ્રવૃત્તિ કરવી તે અશુભ કાયયોગ છે. માખી મચ્છરને ઉડાવવા માટે થતું હલનચલન અશુભ છે. ગુરુ વંદનાદિ પ્રવૃત્તિ શુભ છે. કાયા સ્થિર થવાથી કથંચિત મન સ્થિર થઈ શકે છે. ભાવનાઓ વડે શુદ્ધિ સાધી શકે છે.
ગુતિમાં પણ આ ત્રણેયોગનો નિગ્રહ બતાવ્યો છે. કાયમુતિમાં પાંચે ઈન્દ્રિયોનો નિગ્રહ કહ્યો છે. કાયાને ગોપવવી એટલે કાયાના મમત્વનો ત્યાગ કરવો. પ્રાણીમાત્રનો શરીર સાથે દીર્ઘકાળનો સંબંધ છે. શરીર વગર તે રહ્યો નથી. તેથી તે સંબંધ ગાઢ છે. દેહ સુખનું સાધન છે તેવી મિથ્યા માન્યતા થઈ છે. દેહ ધર્મનું સાધન છે તે સામાયિકની શીખ છે. તે શુભ કાયયોગ છે.
વળી પ્રાણીમાત્રને મોહવશ દેહ પ્રિય છે. તે દેહમાં રહેલા પ્રાણ પ્રિય છે. તેથી કોઈના દેહને કે પ્રાણને કંઈ પણ હાનિ પહોંચે તેવી શારીરિક ચેષ્ટા અશુભ કાયયોગ છે.
ભાઈ! તને વિચારશક્તિ સહિત આવો દેહ મળ્યો. તેમાં ભલે કદાચ તું તારા સુખનો પ્રયત્ન કરે, પણ બીજાના સુખને તારા લક્ષમાં રાખજે. આ શરીર વડે થાય તેટલાં પરોપકારનાં કામ કરજે. પ્રભુભક્તિ કરજે. સંતોની સેવા કરજે, રંકજનો પ્રત્યે ઉદાર થજે. છેવટે કદાચ થોડું કષ્ટ પડે તો પણ તપ વડે શરીરનું મમત્વ છોડજે. આ સર્વે શુભ કાયયોગ છે. આ ભવમાં તને સંતાપ નહિ થાય અને અન્યભાવમાં પુણ્ય તારી સાથે આવશે, જે તને સુખનું અને ધર્મનું કારણ બનશે. તેથી તું સુખી, તારી સાથેના સૌ સુખી.
વાસ્તવમાં કાયયોગ એટલે કાયાનું મમત્વ ત્યજી તેને પરમાર્થ માર્ગે પ્રયોજવો.
અંતમાં કરેમિ ભંતે સૂત્રની મહાનતા પણ ગજબની છે. તીર્થકર ભગવંત જ્યારે સ્વેચ્છાએ પ્રવજ્યા ગ્રહણ કરે ત્યારે આ સૂત્રથી આ જીવન માટે સાવદ્ય પાપવ્યાપારનો ત્યાગ કરે છે. અને જ્યારે તેઓ
૧૬૦