________________
પ્રવૃત્તિ દ્વારા શુભાશુભ આશ્રવ થાય છે. સામાયિક શુદ્ધિનું સાધન હોવાથી આ યોગો વડે જે કંઈ વિરાધના થાય તેનાથી નિવવું. અર્થાત્ સાવદ્ય - પાપજનિત પ્રવૃત્તિનો ત્યાગ અત્યંત જરૂરી છે. અને નિરવદ્ય યોગોનું સેવન કરવાનું છે.
સામાયિકને ‘અનવદ્ય'ની ઉપમા આપી છે. સમસ્ત પાપવ્યાપારના ત્યાગને સંપૂર્ણ સામાયિક કહ્યું છે. તે કથંચિત તેરમે ગુણસ્થાને સંભવે છે. ચૌદમે ગુણ-સ્થાનકે સંપૂર્ણ હોય છે.
યોગોની શુભાશુભતા મન વચન કાયાના યોગો પૌલિક છે. વાસ્તવમાં મનાદિ યોગો આત્માને દેહના સંયોગે મળેલા પ્રાણ છે. યોગો એટલે આત્માની વીર્ય-શક્તિનું સ્કુરણ. આ સ્કુરણ મન વચન કાયા ત્રણેમાં થાય છે, ત્યારે તે યોગ કહેવામાં આવે છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ તે દ્રવ્ય યોગ છે. તે સમયે આત્મવીર્યનું ફુરણ તે ભાવયોગ છે. સમ્યગુભાવ શુભભાવયોગ હોય છે. અને મિથ્યાત્વાદિ ભાવોને અશુભ ભાવયોગ કહેવાય છે, જે સાવદ્ય છે. આ યોગો નિરંતર સક્રિય હોય છે.
મનને અશુભ કે સાવદ્ય પાપવ્યાપારમાં જતાં અવશ્ય રોકવું જોઈએ. તે માટે શ્રુતજ્ઞાનની આરાધના ચાલુ રહેવી જોઈએ. બે કલાકથી માંડીને જેટલો સમય વધે તેટલો વધારવો. ગાથા, સૂત્રો, વાચન વગેરે શ્રુતજ્ઞાનની આરાધના છે. અભ્યાસ વડે જ્ઞાનને સૂક્ષ્મતરે લઈ જવાનું છે. પછી દ્રવ્ય, ગુણ, પર્યાય, તેના ઉત્પાદ વ્યય અને ધ્રૌવતાનો અભ્યાસ કરવો. જ્ઞાન વડે ઊંડાણમાં જાવ અને ત્યાં જે તત્ત્વ છે તેનાં દર્શન કરો. - પર્યાયના પરિવર્તનથી બોધ પામો. પરમાણુના પુંજ એવા આ દેહમાં અનેક પરમાણુઓનો ભેદ સંઘાત, વિખરાવું-મળવું થાય છે. યુવાવયની પર્યાય બદલાઈ વૃદ્ધાવસ્થા આવે છે. તાજા ફૂલની ફૂલદાની બીજે દિવસે કરમાય છે. ઘડા લાવ્યા ફૂટી ગયો ઠીકરા થયા. ઘડાની અવસ્થા બદલાઈ. આમ જગતમાં પરિવર્તનની પરંપરા ચાલે છે. તમારા વશમાં નથી તમે જ્ઞાન વડે જ્ઞાતા રહો.
પર્યાય પણ ઉપકારી છે. અજ્ઞાની મટી જ્ઞાનીપણે અવસ્થા બદલાય છે. મિથ્યાત્વ મટી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. તમે પર્યાયને પરવશ છો
૧૫૭