________________
તેને આત્મા પ્રત્યે લાવો. તેમાં સ્વાધીનતાનો મહિમા છે.
મનોયોગની શુભાશુભ પ્રવૃત્તિ ઃ મનનું સ્થાન દેહવ્યાપી છે. મન પુદ્ગલના સ્કંધોની રચના છે. જીવવીર્યની સ્ફુરણા વડે મનોવર્ગણા ગ્રહણ થઈ મનરૂપે કાર્ય કરે છે, વિચાર કરે છે તે મન છે.
ચિત્ત, અંતઃકરણ, સંકલ્પ વિકલ્પનું સ્થાન, છઠ્ઠી ઈન્દ્રિય, તર્ક, કલ્પના આશા ભાવ વગેરે દર્શાવવા માટે મન શબ્દનો ઉપયોગ થાય છે.
મન જો ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયોયુક્ત છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણના વિષયમાં આક્રાંત છે. આર્ત અને રૌદ્રધ્યાનમાં પ્રવૃત્ત છે. તો અશુભ યોગવાળું, અશુભ આશ્રવનું કારણ બને છે. અન્યનું અહિત ચિંતવવું વગેરે અશુભયોગ છે. સાવદ્યયોગ છે, તે સમ્યગુચારિત્રને બાધક છે.
તે મન ક્ષમા, નમ્રતા, સરળતા કે સંતોષના ભાવવાળું હોય, મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થભાવવાળું હોય તો શુભભાવવાળું શુભાશ્રવને ગ્રહણ કરે છે.
રાગદ્વેષ, કષાય અને વિષયમાં પ્રવૃત્ત મન વિનકારી છે. તેને સમ્યગ્ દર્શનાદિ ગુણો વડે જીતી શકાય છે. ધર્મધ્યાનમાં જોડવાની રાગાદિ ભાવનો ક્ષય થતાં તે મોક્ષમાર્ગમાં સહાયક બને છે.
મન ભાવોનું વાહન છે. મન વિકલ્પોનો ખજાનો છે. એટલે આંતરિક સૃષ્ટિમાંથી ભાવો નિરંતર ઊઠયા જ કરે છે. તેને કોઈ શુભ આલંબનમાં બાંધવામાં આવે તો પણ ભસ્યા કરે છે. મન કષાયાદિ વડે અશુભભાવમાં, મૈત્રી આદિ ભાવના વડે શુભભાવમાં, અને સમતારૂપે વિશુદ્ધ ભાવયુક્ત હોય છે. આથી સામાયિકમાં અશુભભાવનો ત્યાગ કરવાનો છે. અને ક્રમે કરી શુદ્ધભાવ પ્રત્યે જવાનું છે.
વચનયોગની શુભાશુભ પ્રવૃત્તિ : શ્રુતજ્ઞાનનું મહત્ત્વનું સ્થાન દ્વાદશાંગી છે તેનાથી ઉત્સૂત્ર બોલવું તે વચનની અશુભ પ્રવૃત્તિ છે. અને તેને વફાદાર રહીને બોલવું તે વચનની શુભ પ્રવૃત્તિ છે. શ્રી ભગવતી સૂત્રમાં ભાષાના ચાર પ્રકાર કહ્યા છે.
૧. સત્ય, ૨. અસત્ય. ૩. સત્યાસત્ય, ૪. ન સત્ય ન અસત્ય. ૧. સત્ય : વચનથી સત્ય હોય અને તે હિત તથા મિત હોય
૧૫૮