________________
૮. વીર્યાત્મા ઃ જેનો પુરુષાર્થ સમાર્ગે પ્રગટ છે તે આત્મા.
અરે શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ જેવા તીર્થકરો, જેમને ઉદયબળે ચક્રવર્તીપદ હતું. પરંતુ તે સર્વએ ઐશ્વર્યનો ત્યાગ કરી જ્યારે પ્રવજ્યા ગ્રહણ કરી ત્યારે આ સૂત્ર દ્વારા જ ચારિત્ર અંગિકાર કર્યું હતું. એવો આ સૂત્રનો મહિમા છે.
કાયોત્સર્ગમાં જેમ દેહભાવનો ત્યાગ છે, તેનાથી વિશેષ સામાયિક સૂત્રમાં સાવધ પાપવ્યાપાર, સંસારના ભાવનો ત્યાગ છે. જેમાં મન, વાણી અને કાયા ત્રણે યોગો વડે થતાં પાપવ્યાપારનો ત્યાગ છે. અર્થાત્ આ સૂત્ર, સૂત્રાર્થનુસાર સાધકનો પ્રાણ છે. તે સમાયિકને મુનિઓ વિવિધ પ્રકારે આરાધીને સિદ્ધ અને મુક્ત થયા, તેના દષ્ટાંતો પાછળના ભાગમાં મૂકવામાં આવશે.
સમ + આય + ઈક : સમાયિક. પ્રથમ સમ શબ્દ જ અમૃતનો આસ્વાદ છે. જેણે આ સમને ભાવસ્વરૂપે આરાધ્યો તેમને સર્વ જીવોમાં સ્વાત્મા સમ દર્શન થયું. આત્મસ્વરૂપમાં લીનતા થવાથી વિષમતા ટળી સમત્વ થયું. તે રાગાદિભાવ રહિત વૈરાગ્ય સ્વરૂપ અવસ્થા છે. પ્રિય-અપ્રિય, લાભહાનિમાં સમબુદ્ધિ. આખરે સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની સમાપત્તિ-ઐક્ય પરિણામ, શ્રદ્ધા અને સમજપૂર્વક ચારિત્રની શુદ્ધિ. આ ઉપરાંત અનેક ગુણોનું પ્રગટ થાય છે.
તીર્થકર ભગવંતો અને ગણધર ભગવંતોનો મહા ઉપકાર છે. જેઓએ આવું સમર્થ, પવિત્રતમ, સર્વોચ્ચ પરમેશ્વરી સાધન આપી, સંસાર સમુદ્રને તરી જવાનું દૈવી જહાજ આપ્યું.
આ સૂત્ર વડે સાવદ્ય પાપવ્યાપાર ન કરવાની પ્રતિજ્ઞા કરીને કેટલાંય વિદનોથી, આત્માના અહિતથી, દુર્ગતિથી, મહાદુઃખોથી, ભયાદિથી કરી જીવો રક્ષિત બને છે.
કરેમિ ભંતે સૂત્ર વિનયધર્મનું દ્યોતક છે. સામાયિક કરવાની ઉત્કૃષ્ટ પ્રતિજ્ઞા લેતા પહેલાં વિનય વડે ગુરુ પાસે પોતાની અભિલાષાનું નિવેદન કરે છે. હે ભગવંત! હું સામાયિક વ્રત કરવા ઈચ્છું છું.
માનવદેહમાં ત્રણ યોગો વિદ્યમાન છે. તે ત્રણ યોગની શુભાશુભ
૧૫૬