________________
છે. વળી સાધકમાં રહેલા અહંકારના સંસ્કારો નષ્ટ થઈ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ થાય છે. માટે સામાયિકધર્મના અભિલાષીએ નમસ્કારમંત્રને જીવનમાં પ્રાણ સમાન માનવો જોઈએ. સામાયિકના સાધ્યની સિદ્ધિ માટે નમસ્કારમંત્ર શ્રેષ્ઠતમ સાધન છે.
નમસ્કારમંત્રની સાધનામાં પૂજનીયની પૂજા, વંદન ભક્તિ આદર, આજ્ઞાપાલન જેવાં સાધનો સમાવિષ્ટ હોવાથી તેના ફલસ્વરૂપે સાધક સમ્યકત્વ તથા ચારિત્ર - સામાયિકની પ્રાપ્તિ કરે છે.
નમસ્કારમંત્રમાં ત્રણે યોગનું ઐક્યપણું સામાયિકધર્મને પ્રગટ કરે છે. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અનુષ્ઠાનની પ્રેરણા મળે છે.
કાયિક નમસ્કાર : શીશ નમાવીને થાય છે, અથવા પંચાંગ પ્રણિપાત વડે થાય છે.
વાચિક નમસ્કાર : પંચપરમેષ્ઠિના ગુણ-સ્તુતિ વડે થાય છે.
માનસિક નમસ્કાર ચિત્ત - મન આ પંચપરમેષ્ઠિ પદ પ્રત્યે અત્યંત આદર અને શ્રદ્ધાયુક્ત હોય છે. આથી સાધક સાવદ્ય પાપવ્યાપારને ત્યજીને નિરવદ્યયોગોનું સેવન કરે છે, આત્મપરિણતિની નિર્મળતા વૃદ્ધિ પામવાથી આત્મા-પરમાત્માનું ઐક્ય સ્થાપિત થાય છે. ત્યારે અસંગ અનુષ્ઠાન સાધ્ય થાય છે. એવા સાધક માટે કહેવાય છે કે ઈક્કોવિ નમુક્કારો પર્યાપ્ત થાય છે. (એક પણ કરેલો નમસ્કાર)
વળી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નમસ્કાર વડે અનુક્રમે જીવ પાત્રતાને પ્રગટ કરી અનંત ભવભ્રમણથી મુક્ત થાય છે. વર્તમાન જન્મમાં બોધિબીજની પ્રાપ્તિ કરાવનાર છે. જેને સંસારનો ક્ષય કરવો છે, જન્મમરણથી મુક્ત થવું છે, તે ભવ્યાત્માઓને દુર્ગાનથી મુક્તિ મળે છે. અને ધર્મધ્યાનમાં પ્રવેશ થાય છે. જે શુક્લ ધ્યાનનું બીજ છે. શુક્લધ્યાન દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરીને જીવ મુક્ત થાય છે.
નમસ્કાર મંત્રનો, આવો અપૂર્વ મહિમા તેના એક એક અક્ષરમાં એક એક પદમાં રહેલો છે. આથી તેનું સ્થાન અગ્રિમ છે. ચૌદપૂર્વના જ્ઞાનની બરોબરીમાં કે સારરૂપે નમસ્કાર મંત્ર છે, આવું અદ્ભુત અનુષ્ઠાન આગમના શ્રુતજ્ઞાનના સારરૂપે સામાયિક ધર્મ સાથે ઓતપ્રોત છે. અર્થાત્ ભાવપૂર્વક, શ્રદ્ધાયુક્ત, જિનાજ્ઞા પ્રમાણિત કરેલી નમસ્કારમંત્રની
૧૪૧