________________
નમો લોએ સવ્વ સાહૂણં ઃ નિગ્રંથ અને નિર્મોહ સાધુજનો રત્નત્રયની આરાધનામાં અનુરક્ત છે. ક્ષમા શ્રમણ અર્થાત્ ઉત્તમ ક્ષમામાં નિષ્ઠાવાન છે. ક્રોધ અગ્નિ છે તો સાધુની ક્ષમા જળ છે. અરે પાણી ગરમ હોય તો પણ અગ્નિને તો બૂઝવી દે. સાધુ પોતાના સંયમમાં કઠોર હોય પણ અન્ય જીવો માટે કોમળ હોય. ક્ષમાનું પ્રગટ સ્વરૂપ એટલે સાધુ માથે સગડી સળગે અને પોતે શ્રેણિ માંડે તેવા ક્ષમાના ધારક અર્થાત સાધુ ક્ષમા શ્રમણ હોવાથી તેમની ઉપાસના ક્રોધને જીતવા પ્રબળ નિર્મિત છે.
આમ પંચપરમેષ્ઠિ મહાન છે, મહાન પણ મારા છે, તેવો ભાવ જન્મ, પંચપદની સાધના સફળ થાય છે. વળી માણસને ખપ પડે છે તેનો જપ કરે છે. તેને સુખનો ખપ છે તો સુખદાતા પંચપરમેષ્ઠિનો જપ કરી લે. પ્રથમ ગુરુજનોના કહેવાથી કર તો પુણ્યવંતો થઈશ પછી તારી શ્રદ્ધાથી કરીશ તો સ્વરૂપવંતો થઈશ.
અચિંત્ય શક્તિના સ્વામી પંચપરમેષ્ઠિ છે. તેનો તને ખપ છે, અને જો તું જપ કરે તો તે શક્તિઓ પ્રવાહિત થઈ તારામાં સંક્રમણ કરશે. અને તે પણ અચિંત્ય શક્તિનો સ્વામી થઈશ.
હે સુજ્ઞ! સંસાર કેટલા કાળથી ચાલે છે? થાક લાગ્યો છે? નવકાર કેટલા સમયથી ગણે છે? કેટલા ગણે છે? કેટલા કલાક ગણે છે? જેમ મૂડી વધે સુખ થશે તેવો ભાવ રહે છે તેમ જેટલા નવકાર વધશે તેટલું અકલપ્ય સુખ વધશે. મૂડીનું વધવું દુઃખ મિશ્રિત સુખ છે. નવકારના સ્મરણની મૂડી પુણ્ય મિશ્રિત સુખ છે. જે પુણ્ય તારામાં અનાસક્તિ પેદા કરે છે. અને તે સંયમના માર્ગે સંચરે છે. આ સર્વેના મૂળમાં નવકારમંત્રની સર્વોચ્ચતા છે.
સામાયિક, વિધિવિધાન, કે સર્વે અનુષ્ઠાનમાં નમસ્કારમંત્રનું પ્રથમ સ્થાન કેમ? નમસ્કારમંત્રનું સમસ્ત આગમશાસ્ત્રોમાં અગ્રિમ સ્થાન છે. કારણ કે ધર્મનું મૂલ વિનય છે તે “નમો’થી વિવક્ષિત છે.
નમસ્કારમંત્રમાં વિશ્વનાં શ્રેષ્ઠ પાંચ પદો કે જે આધ્યાત્મિકતામાં સર્વોચ્ચ ભૂમિકામાં છે. તેને સામાયિકનો આરાધક પ્રથમ વિનયપૂર્વક નમે છે. જેના કારણે ચિત્ત વિશુદ્ધિરૂપ સામાયિકની પ્રાપ્તિ સુલભ બને
૧૪૦