________________
સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરીને આત્મા કર્મમુક્ત થઈ સિદ્ધ થાય છે.
નમો એટલે મનના આગ્રહ, અભિપ્રાયો, અહંભાવને નમાવવા. જેથી મન આત્માના હિતનું સહાયક સાધન બને છે.
આ પંચપરમેષ્ઠિમાં પાંચ ભેદ એ આત્માની વિશિષ્ટ અવસ્થાઓ છે, છતાં દરેક પોતાને સ્થાને અત્યંત ઉપકારક છે. દરેક પદની સાધનામાં એ વિશિષ્ઠતા પ્રગટ થાય છે. શરીરમાં રહેલા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ પોતપોતાને સ્થાને બળવાળાં છે. કોઈની ઉપેક્ષા કરીએ તો રોગના ભોગ થવું પડે. તેમ આ પંચપરમેષ્ઠિપદમાં કોઈની ઉપેક્ષા અનંત સંસારનું કારણ બને છે. તે પદો આત્માની સાધનાના, આધ્યાત્મિક વિકાસના આધાર સ્તંભ છે.
નમો અરિહંતાણં : અંતરંગ શત્રુઓને જેમણે નષ્ટ કર્યા છે, ચાર ઘાતિકર્મોનો મૂળમાંથી ઉચ્છેદ કરી સ્વ-પર પૂર્ણપ્રકાશક કેવળજ્ઞાનને પામ્યા છે. અનંત ચતુષ્ટયધારી અરિહંત પરમાત્માને અશક્ત અને અબુધ જનો પણ પૂજીને તરી ગયા છે, તરશે અને તરી રહ્યા છે.
વિશ્વ વાત્સલ્યના ભાવનું પ્રબળ પ્રદાન કરનાર અરિહંત પરમાત્મા છે. તીર્થને પ્રવર્તાવનારા, જગતના ઉધ્ધારક પરમાત્મા સમસ્ત વિશ્વને પૂજનીય છે.
અરહિંતપદના પ્રગટ થવાથી સાધકે જાણ્યું કે ઓહો ! હું તો આવો સામર્થ્યવાન આત્મા છું. અરિહંતની દેશનાની સિંહગર્જના સાંભળી, તારો આત્મા પણ ગાજી ઊઠયો, “સોહં. અને કષાયાદિ દોષોનું, અહંનું મૂળ છેદાઈ ગયું, આત્મવિશુદ્ધિનો માર્ગ મળ્યો. એવા ઉપકારક તત્ત્વનું આરાધન આત્માને અરિહંત સ્વરૂપે પ્રગટ કરે છે. અરિહંત ભગવંતે આત્મા ઓળખાવ્યો કે તું તો સિદ્ધ સ્વરૂપ છું.
અરિહંત પરમાત્માને અંતરંગ મલિનતાનો આત્યંતિક વિયોગ. થવાથી તેઓનો દેહ પણ પવિત્રતા પામે છે. તેથી તેમનાં અંગો પણ મળ રહિત મનાય છે. ચરણકમળ જેને સ્પર્શીને જીવો ભવનો અંત કરવા સમર્થ બને છે. કારણ કે તેમના ચરણથી કોઈ પીડા પામ્યું નથી. કરકમળ જે હંમેશાં શુભાશિષ રૂપે જ ઊંચો રહે છે. જે કરકમળ વડે ગૌતમસ્વામી સહિત હજારો જીવો સંસાર ત્યાગી ભવ તરી ગયા
૧૩૮