________________
જગતના કોઈ પણ પદાર્થ કરતાં પંચપરમેષ્ઠિતત્ત્વ સર્વોચ્ચ સ્થાને છે. તેમના પ્રત્યે અત્યંત આદર તે ભાવ નમસ્કાર છે. પંચપરમેષ્ઠિ આદરણીય છે. કારણ કે જગત જ્યાં મૂંઝાયું છે એવા પાંચ વિષયોનો, ચાર કષાયનો, અવ્રતનો તેમણે સર્વથા ક્ષય કર્યો છે. જગતના એક તૃણની પણ જેને જરૂર નથી. એવા નિઃસ્પૃહતાવાળા તે પદને નમસ્કાર કરવા તે કર્તવ્ય છે. એવા સત્પુરુષોના ગુણોનું બહુમાન તે ધર્મબીજની વાવણી છે.
જગતનો કોઈ પણ પદાર્થ, ચિંતામણી કે કલ્પવૃક્ષ આપવા સમર્થ નથી તેવું સુખ, આ પંચપરમેષ્ઠિના ગુણોના ધ્યાનથી પ્રાપ્ત થાય છે. વળી તેનું સ્મરણ પુણ્યની વૃદ્ધિ કરે છે. પાપની હાનિ કરે છે. - અ થી હ સુધી અર્થાત હિંસાથી માંડીને મિથ્યાત્વ સુધીના સઘળાં પાપોનો નાશ નવકારના રટણથી થાય છે. લોભ જેવા શત્રુનો મૂળમાંથી નાશ કરવાનું સામર્થ્ય પણ તેનામાં છે. તેની યથાવિધિ, શુદ્ધિ, બહુમાન, વડે ગુરુ અનુગ્રહ થાય છે. સર્વાત્મમાં સમદષ્ટિ આવે, અને વાસ્તવમાં યથાર્થ ધર્મ પ્રત્યે આદર ઉત્સાહ જાગે તે નવકારમંત્રનો મહિમા છે.
નવકારમંત્રમાં સદેવ - ગુરુ અને ધર્મનો એક સાથે સમાવેશ થાય છે.
સદેવતત્ત્વ ઃ શ્રી અરિહંત, સિદ્ધ ભગવંત જે મોક્ષસ્વરૂપ છે.
સતગુરુતત્ત્વ : શ્રી આચાર્ય અને ઉપાધ્યાય જે વિનયના પ્રભાવક છે.
સાધુ : પાપ શોધનનું બીજ છે. આરાધનના પ્રભાવક છે.
નમસ્કારમંત્રમાં ધર્મરૂપ વિનયનું બીજ રહેલું છે. વિનય વડે વિધા પ્રાપ્ત થાય છે. અને વિધા વડે - જ્ઞાન વડે, કષાયોનું શમન, ઈન્દ્રિયોનું દમન, પાપનું વમન અને કર્મોનું શોધન થાય છે. અંતે મોહનીય કર્મોનું ઉપશમન થાય છે.
નવકારમંત્રના જાપ વડે મન, વચન અને કાયાના ત્રણે યોગો સંયમમાં રહે છે, અથવા તેમનો ઝુકાવ આત્મષ્ટિ પ્રત્યે થાય છે. ત્રણ યોગના શુભ પ્રવર્તનથી પુણ્ય વૃદ્ધિ થાય છે, પાપ દૂર થાય છે. પુણ્યયોગમાં પણ અનાસક્તભાવ વડે આત્મા સમભાવમાં આવે છે.
૧૩૭