________________
૨૬. સામાયિકમાં પંચાવયવ અનુષ્ઠાન
ધર્મ અનુષ્ઠાનના અનેક ભેદોમાં પંચાવયવ - પાંચ પ્રકાર અનુષ્ઠાન દર્શાવ્યા છે. જે મોક્ષની સિદ્ધિને અર્થે છે.
૧. પ્રણિધાન : સાધ્ય - ઉદ્દેશ
૨. પ્રવૃત્તિ : સાધન - વિધિ - ક્રિયા
૩. વિઘ્નય : બાહ્ય - અંતર દોષોનો પરિહાર
૪. સિદ્ધિ : કેવળજ્ઞાનાદિ - પૂર્ણતા
૫. વિનિમય : પોતાને પૂર્ણતા પ્રાપ્ત થયા પછી એ સાધનો વડે અન્યને માર્ગદર્શન કરવું.
વિસ્તારથી વિચારતા આ પાંચ અનુષ્ઠાનમાં શુદ્ધ સામાયિકનું નિરૂપણ કર્યું છે.
૧. પ્રણિધાન સાધ્ય : મનુષ્ય બુદ્ધિમાન પ્રાણી છે છતાં જો તેની પાસે કોઈ ઉચ્ચ ધ્યેય સાધ્ય કે સાધના નથી તો તેના નામકરણમાંથી મનુષ્ય નીકળી જશે અને કેવળ પ્રાણી શબ્દ રહેશે. જે કેવળ દેહ અને દેહના સુખની આજુબાજુ ફરીને જીવનને વ્યર્થ બનાવશે. મનુષ્ય જીવનનું ધ્યેય મુક્તિ હોય.
જૈનદર્શનના વીતરાગી સર્વજ્ઞ દેવોએ સામાયિક ચારિત્રવડે પૂર્ણ આત્મવિકાસને સાધ્ય કર્યો, અનંત ગુણોને પ્રગટ કર્યાં. ત્યાર પછી તીર્થની સ્થાપના કરી પાત્ર જીવોને સામાયિક ધર્મ આપ્યો કે જે વડે તે જીવો પણ પૂર્ણતાની સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. ધ્યેય કે સાધ્યમાં જેવી પ્રીતિ તેટલો પુરુષાર્થ પ્રગટે છે, ત્યારે સાધ્ય સિદ્ધ થાય છે.
:
૨. પ્રવૃત્તિ સાધન ઃ મુક્તિ માર્ગ ખૂબ વિશાળ છે તેની પ્રાપ્તિના અનેક સાધનો પૈકી મુખ્ય સાધન શુદ્ધ ઉપયોગ છે. તેનું સામાયિકની સાધના વડે કે સાધન વડે પ્રાગટ્ય થાય છે. આથી સર્વ વીતરાગી સર્વજ્ઞ પરમાત્માઓ/મહાત્માઓ સર્વ વિરતિ-સામાયિક ચારિત્ર ગ્રહણ કરી તર્યા છે, અને તરશે. તેઓનો સર્વ પ્રથમ ઉદ્ગાર છે કે ઃ કરેમિ સામાઈયં (હું સમભાવમાં રહીશ) સર્વાં મે અકરણિજ્યું પાવકમાં: - હું કોઈ પણ પ્રકારનું પાપ
૧૦૭