________________
ચિત્તની સમતૂલા જળવાશે, સમાધિભાવ સાધ્ય બનશે.
ભક્તિ વડે જીવને મધુ૨ પરિણામમાં સ્થાયી કરો. જીવન આનંદપ્રદ બનશે. સત્સંગ વડે જીવને સંસારના મોહથી અસંગ બનવું સરળ બનશે. આવા સર્વ ઉપાયોનું મૂળ સમભાવ છે. જે સામાયિક જેવા પરિણામથી સરળ અને સુગમ છે.
અનાદિકાળથી ભીડમાં રહીને તે શું મેળવ્યું ? કદાચ તને ભૂતકાળની ભૂતાવળનું ભાન (જ્ઞાન) ભલે ન હોય પણ વર્તમાન નો વિચાર કર કે તેં શું મેળવ્યું છે !
‘લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગૃહો. વધવાપણું સંસારનું, નર દેહને હારી જવો એનો વિચાર નહિ અહોહો, એક પળ તમને હો.'' ઘણા કષ્ટો સહ્યા પછી મળેલા આ નરદેહનો ઉપયોગ એક માત્ર આત્મરક્ષણનો છે.
રે આત્મ તારો આત્મ તારો, શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ ધો. આ વચનને હ્રદયે લખો.'' - શ્રીમદ્ રાજચંદ્ર હે ભવ્યાત્મા તને ખબર છે કે નદીને કિનારાની મર્યાદા હોય છે. સરોવરને પાળની મર્યાદા હોય છે. ગાડીને બ્રેકની મર્યાદા હોય છે. ખેતરને વાડની મર્યાદા છે. તારા જીવનને મર્યાદા છે ? આ મર્યાદા એટલે જ સામાયિક. સામાયિકના વિરતિ આદિ ભેદોનો ક્રમશઃ વિકાસ છે.
તને ખબર છે દેવલોકમાં સુખ છે. ત્યાં સમ્યગ્દષ્ટ આત્માઓ છે. તેમની પાસે ભક્તિની ભાવના છે. પરિગ્રહના પાપવ્યાપાર નથી તો પછી તેમનો મોક્ષ કેમ નહિ ? અરે જો દુઃખ ભોગવીને કર્મ ખપતા હોય તો નારકીનો કે પશુનો મોક્ષ થાય. પણ એ સ્થાનોમાં સામાયિક - વિરતિ ધર્મ નથી. પાપ વ્યાપારને અટકાવે. પ્રવેશેલાને નષ્ટ કરે તેવું સામર્થ્ય સામાયિક - ચારિત્ર ધર્મમાં છે. તે દેવલોકના સુખમય સ્થાનોમાં નથી કે નારકના દુઃખમય સ્થાનોમાં નથી કે પ્રાકૃતિક જીવનવાળા તિર્યંચલોકમાં પણ નથી. અહો ! એક માનવ દેહમાં રહેલા શુદ્ધાત્માનો
૧૦૧