________________
♦ સર્વ ગુણાત્મક ચૈતન્યની વિચારણા ઉચ્ચતા લાવે છે. • આ સર્વેનું મૂળ સામાયિકધર્મ છે.
વ્યવહારમાં પણ જેની અનિવાર્યતા છે ત્યાં સહકાર કેળવવો પડે છે. ઉપર ચઢવા કે ઊતરતા નિસરણીની આવશ્યકતા સ્વીકારવી પડે છે. તે પ્રમાણે જીવનના સંબંધોમાં સમતાયુક્ત વ્યવહારની આવશ્યકતા છે. અણગમાના અંશ વગરનો પરિસ્થિતિનો સ્વીકાર તે સમતા છે. તેના અભ્યાસ માટે અવલંબનની આવશ્યકતા છે.
જો જીવનનું લક્ષ્ય શાંતરસ કે સામાયિક હશે તો દુઃખને પચાવવું સહજ બનશે; અને તેમાંથી નવી શક્તિનું નિર્માણ થશે. પુનઃ પુનઃ તેમ કરવાથી પૂર્ણ પ્રકાશનો અધિકાર જામશે. મનુષ્યનું જીવન એટલે પરમાત્મા બનવાની કાચી સામગ્રી, એને સામાયિક જેવા ધર્મ દ્વારા વ્યવસ્થિત કરવાની છે. જે જે જ્યાં યોગ્ય છે તે કરવાનું છે. સ્વભાવમાં સ્થાપિત થવાનું છે.
સામાયિક ધર્મ એટલે સાત્ત્વિક - તાત્ત્વિક અને યથાર્થપણે જીવન જીવવાનો, મુક્ત થવાનો અભ્યાસ. સામાયિક ધર્મ વડે સર્વત્ર આત્મતુલ્ય ભાવનાથી હૃદય ભરપૂર થાય ત્યારે ચિત્તની પ્રસન્નતાનું સુખ અવર્ણનીય છે. સંસાર છતાં જાણે કંઈ લેવાદેવા નહિ. મુક્તિ, મુક્તિ, મુક્તિ.
નિકૃષ્ટ ભૂમિકાએ નિગોદમાં એક જ ક્ષેત્રમાં સૂક્ષ્મ શરીર ધારીને ભીડાઈને રહ્યો હતો. ઉત્કૃષ્ટ ભૂમિકાએ એક જ અવગાહનમાં અનંત સિધ્ધના જીવો અશરીરપણે હોય છે. એક અવસ્થા અત્યંત અંધકારમય અને બીજી અવસ્થા અત્યંત સ્વયં-પ્રકાશમય. એકની અવસ્થા અત્યંત દુઃખદાયક છે. સિદ્ધની અવસ્થા અનંત અત્યંત સુખદાયક છે. બંને અવસ્થાની વચમાં જે કાળ-ગાળો ગયો તેની કલ્પના અકલ્પ્ય છે. કેવળીગમ્ય છે. મહા ઉત્ક્રાંતિ છે.
જીવને આવાં રહસ્યો સમજાય, તેનો બોધ પરિણામ પામે તો આ સંસારમાં ઘડી એક રહેવું તેને માટે મુશ્કેલ બને ખરું ! માટે જ્ઞાનીઓ કહે છે હે ભવ્યાત્માઓ ! તમે મૈત્રી આદિ ભાવનાઓનું નિત્ય ભાવન કરો તો સમભાવ તમારા ચિત્તનું પરિણામનું રસાયણ બનશે. અનિત્યાદિ ભાવના વડે, વૈરાગ્ય વડે, વાત કરો. જેથી
૧૦૦