________________
શ્રીમદ્ રાજચન્દ્રઃ : ૧૧
હસ્તગત કરી હતી. શ્રીમદુના તિષજ્ઞાનની પ્રશંસા સાંભળી અનેક મિત્ર-સ્વજનેએ તેને લાભ લીધું હતું.
આ બન્ને વિદ્યાઓ ઉપરાંત આંખોથી જોયા વિના માત્ર સ્પર્શ દ્વારા ગ્રંથને ઓળખવાની શક્તિ અને જીભથી ચાખ્યા વિના વાનગીઓના સ્વાદને જાણવાની અતીન્દ્રિય જ્ઞાનશક્તિ પણ તેમને સિદ્ધ થઈ હતી. આ બધી શક્તિઓ વિષે તે વખતના પ્રબુદ્ધ સમાજને શું પ્રતિભાવ હતો તેની પ્રતીતિ આપણને મુંબઈ સમાચાર, જામે-જમશેદ, ગુજરાતી, Times of India, The Indian Spectator, Bombay Gazette ઇત્યાદિ વર્તમાનપત્રમાં માત્ર સમાચારરૂપે જ નહીં પરંતુ તેના અગ્રલેખે (Editorials) દ્વારા સારી રીતે થઈ શકે છે. શતાવધાનની સભામાં તત્કાલીન જૈન સમાજ દ્વારા તેમને સુવર્ણચંદ્રક એનાયત થયે હતા તથા “સાક્ષાત સરસ્વતી’નું બિરુદ પણ આપવામાં આવ્યું હતું.
ઉપરોક્ત વિશિષ્ટ શક્તિઓ ઉપરાંત કવિ-વિદ્વાનસાહિત્યકાર તરીકે, આધ્યાત્મિક ક્રાંતિકારી તરીકે તેઓનું જે વ્યક્તિત્વ નાની ઉંમરથી માંડીને ક્રમે ક્રમે ખીલ્યું હતું તે આપણે આગળ ઉપર યથા અવસર જોઈશું.
શ્રીમદુના અધ્યાત્મિક વિકાસના સંદર્ભમાં અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે કાતિના શિખરને પામવાનું, ધનાદિની સહજપ્રાપ્તિનું અને વિશાળ ચાહકવર્ગ ઊભે કરવાનું જેનાથી વિપુલ પ્રમાણમાં બની શકે તેમ હતું તેવી આ અદ્દભુત શક્તિઓને પ્રવેગ કરવાનું શ્રીમદે અનુક્રમે