________________
અર્પણને જ આત્મસંતોષ હોય, એને બીજાના મતની, બીજાની પ્રશંસાની જરૂર ન હોય તે કોઈ દિવસ અટકે નહિ, થાકે નહિ. એ એમ જ માને કે હું મારા આત્મસાતેષ માટે કરું છું, આમાં હું શું મહાન કરી રહ્યો છું? અરે, જડ પણ મૈત્રી કરે તે જાત સમર્પણ કરે તે પછી હું ચેતન આટલું પણ ન કરી શકું?
દૂધ અને પાણીની મૈત્રી કેવી ભવ્ય છે? દૂધે પિતાને ઉજજવળ રંગ પાણીને આપે. અને પાણીએ પિતાની જાતને દૂધમાં વિલેપન કરી. બંને એક બન્યા. દુધ એ દૂધ ન રહ્યું ને પાણી એ પાણી ન રહ્યું. મૈત્રીભાવને અર્થ જ એકતા છે. એકતામાં ભેદ ન હય, ભિન્નપણું પણ ન હેય. હવે દૂધ ચૂલા પર ચઢે