________________
૭
તર્કભાષા વાર્તિકમ્ થી કોઈ વિશિષ્ટ વ્યક્તિ પકડવાની નથી કે જેથી કરીને આ કોઈ વિશિષ્ટ વ્યક્તિ માટેનું વિશેષ લક્ષણ બને. એથી “સ્વસમવેત કાર્ય જનક” - પોતાનામાં સમવાય સંબંધથી કાર્યને ઉત્પન્ન કરનાર સમવાયિકારણ કહેવાય એમ જાણવું.
अत्र स्वपदमन्यसमवेतघटादिजनककपालसंयोगादावतिव्याप्तिवारणाय, कथं ? कपालादेर्यावत् स्वसमवेतजनकत्वं नास्ति, नापि स्वसमवेत यत् किञ्चित् पृथिवीत्वादिजनकत्वं । तस्य नित्यत्वात् । किन्तु स्वसमवेत कार्यजनकत्वमेवेंति दर्शयितुं कार्यपदं; न तु लक्षणप्रविष्टमिति दिक् । संयोगस्य सुगमस्वरूपत्वात् તમુફ્ટ સમવા સૂક્ષતિ |
અહીં સ્વપદ બીજામાં સમવાય સંબંધથી ઘટાદિ કાર્યને ઉત્પન્ન કરનાર કપાલસંયોગાદિમાં અતિવ્યામિના વારણ માટે છે. કેમ કે કપાલસંયોગાદિના કારણે જ કપાલમાં સમવાય સંબંધથી ઘટ પેદા થાય છે.)
સ્વ-કપાલમાં સમવાય સંબંધથી જે કાંઈ પૃથિવીત્વ વિ. છે તેમનો પણ કપાલ જનક નથી. કારણ કે તે તો નિત્ય છે. એટલે કપાલમાં અવ્યામિ આવે તેને વારણ માટે કાર્યપદ છે. એટલે જ પોતાનામાં સમવાય સંબંધથી કાર્યને પેદા કરનાર છે તે જ દર્શાવવા માટે કાર્યપદ મૂક્યું છે. પરંતુ સ્વનો લક્ષણમાં પ્રવેશ નથી. ઈતિદિફ. સંયોગનું સ્વરૂપ સુગમ હોવાથી તેની ઉપેક્ષા કરી સમવાયને ઓળખાવે છે. (કોઈપણ બે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ જોડાય અને તે છૂટી પડે ત્યારે પણ પોતાનું અસ્તિત્વ જાળવી રાખતી હોય. ત્યારે એમનાં આવાં સંબંધને સંયોગ કહેવામાં આવે છે. જેમ કે હાથ અને પુસ્તકનો સંયોગ.) (બે દ્રવ્યોનું યોગ્ય સ્થાને રહેવું કે જેથી જોડાયેલા પ્રતીત થાય, બસ આવી દ્રવ્યોની અવસ્થા જ સંયોગ છે. પણ કોઈ સ્વતંત્ર ગુણ નથી ઈતિજૈના)
“અયુતસિદ્ધયો સંબંધ સમવાયઃ' - જે બે પદાર્થોમાંથી એક નાશ ન પામે ત્યાં સુધી બીજા પર આશ્રિત રહીને જ ટકી રહે છે. તે બે પરસ્પર અયુતસિદ્ધ પદાર્થો છે, તે બન્ને વચ્ચેનો સંબંધ સમવાયસંબંધ છે. (કહેવાય છે.)
(૧) (મયુતસિદ્ધક્ષમ્) को पुनरयुतसिद्धौ ? ययो मध्ये एकमविनश्यदपराश्रितमेवतिष्ठते તાવયુતસિદ્ધી !