________________
તર્કભાષા વાર્તિકમ્ હોય જ એટલે શબ્દનો અભાવ હોય ત્યાં ભેરી સંયુક્ત આકાશનો પણ અભાવ હોય - શરીર (ઉપયોગી-અવચ્છિન્ન) આકાશ શરીરના અભાવમાં ન હોઈ શકે. એટલે વ્યતિરેક પણ ઘટે છે, માટે શબ્દ-શરીર પ્રત્યે આકાશને કારણ મનાય છે. પણ ઘટ પ્રત્યે નહિ.
હવે જો કાર્યાનુકૃત વ્યતિકિ કારણ એમ કહીએ, તો ઘટ પ્રાગભાવમાં - અતિવ્યાપ્તિ આવશે, કારણ કે ઘટ પ્રાગભાવનો ધ્વંસ થાય ત્યારે ગંધ પ્રાગભાવનો
ધ્વંસ થાય. માટીના પિંડમાં અત્ર-અહી ઘડો થશે.” એવી પ્રતિતિરૂપ ઘટ પ્રાગભાવ છે; એમ ગંધાદિ ગુણોત્પત્તિ પણ ઘટાદિ ઉત્પન્ન થયા પછી થાય છે માટે ગંધનો પણ પ્રાગભાવ રહ્યો છે. પણ જ્યારે ઘટ બને ત્યારે ઘટ પ્રાગભાવનો ધ્વંસ થાય, ત્યારે ગંધ પ્રાગભાવનો પણ ધ્વંસ થાય છે. એટલે ઘટપ્રાગભાવ અસત્વે ગંધપ્રાગભાવના અસત્વરૂપ વ્યતિરેક મળતો હોવાથી ગંધ પ્રાગભાવની પ્રતિ ઘટપ્રાગભાવને કારણે માનવાની આપત્તિ આવશે. તેનાં નિરાસ માટે અન્વયપદ મૂકવું જરૂરી છે. જ્યાં ગંધ પ્રાગભાવ હોય ત્યાં ઘટ પ્રાગભાવ હોય જ એવું નથી. કારણ કે ગંધની ઉત્પત્તિ તો વસ્ત્રમાં પણ થાય
છે. માટે વિશ્વના સમવાયી કારણમાં જેમ પટપ્રાગભાવ છે ત્યાં પણ ગંધપ્રાગભાવ . રહી શકે છે.
तथाहि भेरीसंयुक्ताकाशे सत्येव शब्दोत्पत्तिर्नान्यत्र यस्मिन्देशे यस्मिन्काले भेरीसंयुक्ताकाशस्तत्र शब्दोत्पत्तिस्तदाऽन्यत्र व्यतिरेक इत्यर्थः ।
केचित्तुकालादीनां इदानीं जात इत्यादि प्रतीत्या कारणत्वं सिध्यति । एवं प्रमाणान्तरेण आत्माऽदृष्टादीनामपि कारणत्वं सिध्यति, आकाशस्यापि शरीरकारणत्वं श्रुत्या सिद्धम् । शब्दत्वं तस्य साक्षात्कारादौ तन्मानान्तरसिद्धं । घटादौ तु तत्कारणत्वे च न मानमेव । अवश्यकल्प्यमानपूर्ववर्तिन एव कार्यसम्भवे तत्सहभूतलक्षणमन्यथासिद्धं चेत्याहुः, इयत्तावच्छिन्नपरिमाणयोगित्वं मूर्त्तत्वं, सकलमूर्त्तद्रव्यसंयोगित्वं विभुत्वमित्यर्थः ।
શંકાકાર :- આકાશ વિ. નિત્ય અને વિભુ છે, માટે તેમને ક્યાંય પણ અભાવ ન મળવાથી વ્યતિરેક ઘટી ન શકે તેથી તે કોઈનું કારણ ન બની શકે.
સમાધાન:- ભેરી સંયુક્ત આકાશ-શરીરાવચ્છિન્ન આકશ - ઈદાન જાત,