________________
તર્કભાષા વાર્તિકમ્ प्रसङ्गतः कार्यमपि लक्षयति यस्य कार्यादित्यादि कारणलक्षणे आत्माश्रय इत्यत आह । अनन्यथासिद्धेति पश्चाद्भावि इति विग्रहोऽन्यथा 'घटविशेष प्रति रासभस्य कारणत्वादिति क्रियते यत्तकार्यमिति', ।
बौद्धाद्युक्तं कारणलक्षणं दूषयितुं अनुवदति ‘यस्त्विति' कार्येणानुकृतौ यावन्वयव्यतिरेकौ तौ वर्तेते यस्य तत्कार्यानुकृतान्वयव्यतिरेकि यदन्वये यदन्वयो तद्व्यतिरेक यद् व्यतिरेकस्तत्कारणमित्यर्थः ।।१२।।
તૈયાર થયેલા વસ્ત્રને વટવાનોદંડ તે જેમાંથી આડા દોરા નંખાય છે તે તુરી. તેમાં એટલે સાળ = આડા દોરાને સરખા ગોઠવવા માટેનું આડું પાટીયું વિશેષ.
પ્રસંગોપાત્ત કાર્યનું લક્ષણ બતાવે છે... ...
પ્રસંગોપાત્ત પૂર્વભાવો નિયતડનન્યથા સિદ્ધ તત્કારણ એ પ્રમાણે કારણ લક્ષણમાં કાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં આત્માશ્રય દોષ આવે. કેમકે ત્યાં કાર્યનો અર્થ જ કારણાત્ પશ્ચાદ્ ભાવિ કાર્ય એટલે કારણને જાણવા કારણજ્ઞાનની અપેક્ષા રહી. માટે કાર્યનું લક્ષણ દર્શાવે છે. અનન્યથા સિદ્ધ પશ્ચા ભાવિત્વ કાર્યત્વે પાછળથી હયાત થનાર તે કાર્ય.” આમ કહેતા તો ભાગ્યવશથી પાછળથી મચ્છર વિગેરે ત્યાં આવી જાય તેમાં અતિવ્યાપ્તિ થાય. તેના નિરાસ માટે નિયત પદ ઉમેર્યું.
ઘટરૂપ પણ પાછળથી નિયમા થાય જ છે. તેના નિરાસ માટે જે (કર્મ) અનન્યથાસિદ્ધ હોય, નિયત અને તેની-કારણની પાછળ હયાત થનાર હોય તે કાર્ય, એવો વિગ્રહ કરવો. નહિ તો નિયત એવું કારણ એમ કારણનું નિયતને વિશેષણ બનાવીએ તો ઘટતું ગધેડો નિયત કારણ નથી માટે ઘટ ને કાર્ય તરીકે માની ન શકાત. ઘટ વિશેષને પ્રતિ ગધેડો કારણ હોવાથી ( જે ઘડામાટે ગધેડા ઉપર માટી લાવવામાં આવી હોય તે વિશેષ ઘડા પ્રતિ તો ગધેડો પાર કારણ ૧. કુંભાર માટીથી ઘડો ઘડવા બેસે ત્યારે ઘટ તો બને જ છે પણ તેની સાથે સાથે ઘટન રૂપ પણ નિર્માણ થઈ જ જાય છે. એટલે ઘટરૂપ સ્વતંત્ર અન્વય વ્યતિરેક ધરાવતું નથી. તેથી તે માટીનું ઘટરૂપ માટીની અપેક્ષાએ કાર્ય ન કહેવાય પણ ઘટના સ્વતંત્ર અન્ય વ્યતિરેક બનતા હોવાથી ઘટ-માટી પ્રત્યે અનન્યથાસિદ્ધ કહેવાય.