________________
૬૯
તકભાષા વાર્તિકમ્ પરમાણુની વિચારણા શંકાકાર :- પરમાણુપરિમાણ પરિપાંડિલ્ય યોગી પ્રત્યક્ષ પ્રતિ કારણ છે, માટે પરમાણુપરિમાણ પણ કારણરૂપ છે. માટે તેમાં લક્ષણ ઘટવાથી અતિવ્યાપ્તિ થવાની આપત્તિ નથી.
સમાધાન - યોગી પ્રત્યક્ષ યોગજ ધર્મથી જન્ય હોવાથી વિષયજન્ય નથી. માટે યોગીને જે પરમાણુ પરિમાણ પ્રત્યક્ષ થાય છે, તેમાં પરમાણુ પરિમાણને કારણ માનવાની જરૂર જ નથી. છમાંથી કોઈ પણ સન્નિકર્ષથી જે જ્ઞાન ઉત્પન્ન થતું હોય, તેમાં(?) વિષયની જરૂરત પડે. માટે આ પ્રમાણનું લક્ષણ) વિશેષ લક્ષણ જ છે.
પારિમાંડિલ્ય - પરમાણુ પરિમાણ, પરમાણુત્વ ધર્મ છે. પણ જાતિ નથી. જો પરમાણમાં પરમાણુત્વ જાતિ માનીએ તો પરમાણુનું ઉત્કૃષ્ટ અંત્યકાર્ય મેરૂ અને અપકૃષ્ટ દશ્યમાન અંત્યકાર્ય સરસવ બંનેમાં તુલ્યત્વની આપત્તિ આવશે. કેમ કે જાતિ સમાનાકારક પ્રતીતિ કરાવે, તેથી સમાનાકારક પરમાણુઓ મેરૂ અને સરસવમાં હોવાથી બંનેમાં પણ સમાનાકારકપ્રતીતિ થવા માંડશે, એટલે પરમાણુત્વને જાતિ ન માની, ધર્મ માનવાથી આપત્તિ ન આવે. (કચણુક વ્યણુક દશ્ય નથી, ત્રસરેણુ સહજતાથી દશ્ય નથી માટે સરસવને અપકૃષ્ટઅંત્યકાર્યમાં લીધો લાગે છે. અથવા સામાન્ય નિર્દેશ સમજવો તેથી સર્ષવ કરતા પણ વઘુ દશ્યમાન વસ્તુને પણ લઈ શકાશે.
અથવા જે પરમાણુત્વને જાતિ માનીએ તો મેરૂના પરમાણુ અને સરસવના પરમાણું સમાન થશે, (પરમાણુત્વ જાતિવાળા હોવાથી) તેમનાથી ઉત્પન્ન થયેલ મેરૂ અને સરસવના ધયાણુકો સમાન થશે- કેમ કે સમાનસમવાયિકારણથી સમાનકાર્યોની ઉત્પત્તિ થાય છે, તેઓ મેરૂ-સરસવના અંત્યકાર્યની સમાનતાથી તેમનાથી ઉત્પન્ન થતા ત્રસરેણુ વગેરેમાં પણ સમાનતા આવવાથી મેરૂ-સરસવમાં પણ તુલ્યત્વનો પ્રસંગ આવશે. માટે પરમાણુત્વને જાતિ ન માની ધર્મ માન્યો. (એમ બે દિશા બતાવી, પરંતુ પંક્તિ બરાબર બેસતી નથી, વિદ્વાનો વિચારીને સુધારી શકે છે.). કારણ અન્ય કાર્યમાં મેરૂ અને સરસવ સમાન પ્રમાણમાં હોય છે.
तन्तुतुरीवेमादिकामिति निष्पन्नवस्रवेष्टनदण्डः तुरी वातो दण्डो वेमा इति;