________________
તર્કભાષા વાર્તિકમ્
તો પછી બન્નેમાં ભેદ શું ?
સમાધાન - પુરસ્કૃતત્વ એટલે પ્રાથમ્યથી - પહેલા તરીકે સ્વીકાર, જેમ કે તન્તુનું રૂપ=તંતુરૂપ અહીં તન્તુ પ્રથમ છે. જ્યારે ચોથીમાં દંડત્વવાદંડ અહીં દંડત્વમાં દંડ પ્રથમ છે. અહિં દંડત્વ અવચ્છેદક ધર્મ છે તેથી ધર્મ અન્યથાસિદ્ધિ થઈ, પહેલાંમાં ગુણઅન્યથાસિદ્ધિ છે. એજ ફરક છે.
૬૭
જનક પ્રતિ પૂર્વવર્તિના ગ્રહણ કરાયે છતે જ જેની અન્ય પ્રતિ પૂર્વવર્તિતા ગ્રહણ થતી હોવાથી કુલાલ જનક પુરૂષ- કુંભારના પિતા અન્યથાસિદ્ધ બને છે.
શંકાકાર :- ‘એક પ્રતિ ઈતિ' બન્નેમાં છે, તો ત્રીજી અને પાંચમી વચ્ચે શું ફરક ?
સમાધાન :- ત્રીજીમાં દ્રવ્ય અન્યથાસિદ્ધિ છે. પાંચમીમાં પુરૂંપુરૂષાકારત્વ-વીર્યને આશ્રયી અન્યથાસિદ્ધિ છે. એથી જ તો જન્યઘટ માટે કુલાલપિતા કુલાલપુત્રને પ્રતિ પુત્સ્યેન અન્યથા સિદ્ધ બલભદ્રના પુત્ર ગોવર્ધને ગોવર્ધનીમાં કહેલ છે. ત્રીજી અન્યથા સિદ્ધિ દુષ્ટ કેન્દ્રિત છે, જ્યારે પાંચમી અન્યથા સિદ્ધ દોષ કેન્દ્રિત છે. (જેમ હેતુ અસિદ્ધ કહેવાય અને હેતુમાં અસિદ્ધિ નામનો દોષ કહેવાય તેમ) કહેવાનું તાત્પર્ય એ છે કે પુત્ર પ્રત્યે કુલાલપિતાને અન્યથા સિંદ્ર કહેવાય કારણ કે કુલાલપુત્ર પ્રત્યે માત્ર કુલાલપિતા નહિં. તેનું પુસ્ત્ય એ ખરું કારણ છે. તેથી પુસ્વેન- ‘રૂપેણ કારણેન' કુલાલપિતા પુત્ર પ્રત્યે અન્યથા સિદ્ધ થયા. કારણ કે
-
एकं प्रति = पुंस्त्वंप्रति पूर्ववृत्तित्वे गृहिते एव अन्यं प्रति = कुलालं प्रति પૂર્વ વર્તિત્વગ્રહાત્ । જયંઘટ પ્રત્યે પાંચમી અન્યથા સિદ્ધિ મુજબ કુલાલ પિતા અન્યથા સિદ્ધ નથી. પણ પુંત્ત્વ અન્યથા સિદ્ધ છે. તેથી કુલાલ પિતામાં અન્યથા સિદ્ધિ આવે.
ग्रन्थान्तरेऽन्यथासिद्धिसप्तकमप्युक्तमस्ति विस्तरभयान्नेह लिखितमिति
યોધ્યમ્ ।
અન્ય ગ્રંથમાં સાત અન્યથાસિદ્ધિ કહી છે. ગ્રંથ મોટો થઈ જાય તેના ભયથી અહીં ગુંથવામાં આવી નથી.