________________
૬૫
તર્કભાષા વાર્તિકમ્ ‘નદ્દિ વ્યાપારેળ વ્યાપારિનોન્યથાસિદ્ધ'' આ ન્યાયરૂપ પ્રમાણથી ઈન્દ્રિય અન્યથા સિદ્ધ ન બને, કારણ કે ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષાત્મકકાર્ય ઈન્દ્રિયાર્થ સંનિકર્ષજન્ય છે અને પોતે ઈન્દ્રિયથી જન્ય છે. માટે ઈન્દ્રિયાર્થ સંનિકર્ષ વ્યાપાર બને છે અને ઈન્દ્રિય વ્યાપારી. એ પ્રમાણે ગુણઅન્યથા સિદ્ધિ બતાવી. જેમ તંતુ વડે તંતુરૂપાત્મકગુણ અન્યથાસિદ્ધ બને છે.
अन्यत्र क्लृप्तपूर्ववर्त्तिन एव कार्यसम्भवे तत्सहभूतत्वमन्यथासिद्धत्वं । यथा क्लृप्तपूर्ववर्त्तिनो गन्धप्रागभावाद् गन्धसम्भवे रूपप्रागभावस्य तत्सहभूतत्वाद् गन्धेऽन्यथासिद्धत्वं, द्वितीयापि गुणान्यथासिद्धिः ||२|| एकं प्रति पूर्ववर्त्तित्वे गृहीते एवापरं प्रति पूर्ववर्तिता गृहयते स तेनान्यथासिद्धः । यथा शब्दं प्रति आकाशस्य पूर्ववर्त्तित्वे गृहीते एवापरं घटं प्रति पूर्ववर्त्तिता गृहयते इत्याकाशो घटेऽन्यथासिद्धः, शब्दशरीरादौ तु नाकाशमन्यथासिद्धं तत्राप्याकाशस्याप्यवश्यकल्प्यमानत्वेनानन्यथासिद्धत्वात्, एवं घटोत्पतौ वीरणादिरन्यथासिद्धम् । इति द्रव्यान्यथासिद्धिः ।।३।। यमादायैव यस्य पूर्ववर्त्तिता गृहयते तदन्यथासिद्धम् ।
બીજા ઠેકાણે જેની પૂર્વવૃત્તિતા કલ્પાયેલી હોય તેનાથી કાર્ય સંભવતુ હોય તો તેની સાથે રહેનાર અન્યથા સિદ્ધ બને છે.
El.d. કલ્પાયેલી પૂર્વવૃત્તિતાવાળા ગંધપ્રાગભાવથી ગંધ નામનું કાર્ય સંભવે છે. તે વખતે તેની સાથે રૂપપ્રાગભાવ પણ રહે છે, તે ગંધ કાર્ય માટે અન્યથા સિદ્ધ બંને. બીજી પણ ગુણ અન્યથાસિદ્ધિ થઈ.
એકને પ્રતિ પૂર્વભાવ ગ્રહણ કરાયે છતે જ જેનો બીજાની પ્રતિ પૂર્વભાવ ગ્રહણ કરાય તે તેના વડે અન્યથાસિદ્ધ બને છે. જેમકે શબ્દની પ્રતિ આકાશની પૂર્વવર્તિતા ગ્રહણ કરાયે છતે આકાશ શબ્દનું કારણ બને છે. એવું સિદ્ધ થવાથી શબ્દની પૂર્વે આકાશની હયાતી સિદ્ધ થાય છે. એટલે પહેલાં શબ્દના કારણ રૂપેજ આકાશની પ્રસિદ્ધિ થાય છે. પછી સર્વના આધારરૂપે હોવાથી ઘટ બનાવવો હોય તો તેની પૂર્વ આકાશની હયાતી હશે જ એવું જ્ઞાન થાય ૧. અહીં તો પ્રાગભાવ અન્યથાસિદ્ધ બન્યો છે, છતાં ગુણ અન્યથા સિદ્ધિ કેમ કહી, તે વિચારણીય છે.
-