________________
તર્કભાષા વાર્તિકમ तत्तेन अन्यथासिद्धं, यथा यं तन्तुं पुरस्कृत्य यस्य तन्तुरूपस्य पूर्वभावोऽवगम्यते तत्तन्तुरुपं तेन तन्तुना कृत्वा अन्यथासिद्धं । तन्तुरूपादिगुणः तन्त्वादिनाऽन्यथासिद्धेः । न चेन्द्रियार्थसन्निकर्षं पुरस्कृत्येन्द्रियस्य पूर्ववर्त्तिताऽवगम्यते इत्यतिप्रसक्तिरिति वाच्यं. विनिगमनाविरहातिरिक्तस्थले इत्यस्य विशेषणस्य बोध्यत्वात्, विशेषनिर्धारकप्रमाणाभावो विनिगमना (विरह) इति ? गुणाચથસિદ્ધિઃ III
ત્રીજો પક્ષ યુક્તિ યુક્ત જ છે. અતિશયવાળું કારણ તે કરણ માટે કારણનું સ્વરૂપ દર્શાવે છે.
(યસ્થ કાર્યાત્ પૂર્વભાવો) નિયતડનન્યથા સિદ્ધતકારણ” કરોતીતિ કારણે કર્તા અર્થમાં અન પ્રત્યય લાગ્યો અને વૃદ્ધિ થઈ છે. (‘ારણમ્' ૧રૂ-૨૨૭ સિદ્ધ) તત્કારણ એટલું કહીએ તો ઘડો બનતો હોય ત્યાં ભાગ્યયોગે ગધેડો આવી જાય તેમાં અતિવ્યાપ્તિ થાય. તેના નિરાસ માટે નિયત પદ મૂક્યું છે, કારણ કે ઘડો બનાવવો હોય તો તેની પૂર્વે ગઘેડાની કંઈ જરૂર નથી, એનાં વિના પણ ચાલી શકે છે એથી ગધેડાની નિયતવૃત્તિ નથી. એટલું કહેવા છતાં તન્તરૂપમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે વસ્ત્ર બનાવવાની પૂર્વે તાંતણા જરૂરી હોય, તો તેની સાથે તેનું રૂપ અવશ્ય રહેવાનું જ છે, તેનાં નિરાસ માટે અન્યથાસિદ્ધ શૂન્ય કહ્યું છે. '
અન્યથાસિદ્ધિ ત્રણ પ્રકારની છે.
જેને આગળ કરીને જેનો પૂર્વ ભાવ જણાય, તે તેનાથી અન્યથાસિદ્ધ બને છે. દા.ત. તાંતણાને આશ્રયીને જ તન્દુરૂપની પૂર્વભાવ જણાય છે, માટે તન્તરૂપ તંતુથી અન્યથાસિદ્ધ બને છે.
શંકાકાર :- ઈન્દ્રિયાઈ સન્નિકને આશ્રયી ઈન્દ્રિયનો પૂર્વભાવ જણાય માટે અતિ(ભિ)વ્યાપ્તિ. આવે.
સમાધાન - વિનિગમના વિરહથી અતિરિક્ત સ્થળે લેવાનું છે, એવું વિશેષણ અહીં (અન્યથા સિદ્ધિના લક્ષણમાં) સમજવું, વિશેષ નિર્ધારફ પ્રમાણનો અભાવ તે વિનિગમના વિરહ. વિનિગમના-ન્યતરપક્ષાપતિની યુક્તિ-બે પક્ષમાંથી એક પક્ષને વિશેષ રીતે સિદ્ધ (કરતું પ્રમાણ) કરતી યુક્તિ તે વિનિગમના. અહીં