________________
તર્કભાષા વાર્તિકમ્ प्रमाणपदमिह च यौगिकमित्यवधेयं न चेश्वरेऽव्याप्तिरिति वाच्यं, तस्याऽलक्ष्यत्वादिति।
શંકાકાર :- પ્રમાણ શબ્દનો શો અર્થ છે ? પ્રમિતિ- જાણવું તે પ્રમાણે એમ ભાવવાચક છે ? જે જણાય તે પ્રમાણ (કર્મવાચક) ? જેમાં (આત્મામાં) જણાય તે (અધિકરણવાચક)? જેના વડે જણાય તે (કરણવાચક) ? ઈત્યાદિ વિકલ્પ સંભવી શકે છે. (કારણ કે આ બધા અર્થમાં અન પ્રત્યય લાગે છે) તેમાં પહેલો પક્ષ માનવા જતા પ્રમાં જ લક્ષ્યથી ઘેરાયી જવાથી પ્રમાણ બની જશે. બીજા પક્ષમાં પ્રમાના કર્મ ઘટાદિ પ્રમાણ બની જશે. ત્રીજા પક્ષમાં પ્રમાતા પણ પ્રમાણ તરીકે બની જવાની આપત્તિ આવે. ચોથા પક્ષમાં અનન્વય દોષ આવે. કારણ કે લક્ષણ ભાગ પ્રમાકરણ” છે. લક્ષ્યભૂત પ્રમાણનો અર્થ પણ પ્રમાકરણ છે. પ્રમાકરણ-પ્રમાકરણ ઘટ-ઘટનો કોઈ સંબંધ જ બેસતો નથી. કારણ કે પ્રમાકરણ પ્રમાકરણ વચ્ચે કયો સંબંધ છે ? શું વિશેષણવિશેષ્યભાવ સંબંધ છે ? સમાન સ્વરૂપમાં વિશેષણવિશેષભાવ, વાચ્યવાચકભાવ, વ્યાપ્યવ્યાપકભાવ વિગેરે ન સંભવે.
સમાધાન :- એવું નથી. પ્રમાનું કરણ પ્રમાણપદથી વાચ્ય છે, એવો અર્થ કરાતો હોવાથી; પ્રમાણપદ અહીં યૌગિક છે. એમ સમજવું.
. શંકાકાર - ઈશ્વરને જે જ્ઞાન થાય છે, તેમાં ઈશ્વર સ્વયંસાક્ષાત્ જ્ઞાન કરે છે પણ તેમાં ચક્ષુરાદિની જરૂર નથી. એટલે ઈશ્વરજ્ઞાનનું ઈશ્વર જ પ્રમાણ(કરણ) છે, પણ તેમાં ઉપરોક્ત લક્ષણ તો ઘટી શકતું નથી. કારણ કે અનુભવત્વ વ્યાપ્યજાતિ નિક કાર્યતા નિરૂપિત કારણતા ચક્ષુરાદિમાં છે, ઈશ્વરમાં નથી.
સમાધાન :- ઈશ્વર જ્ઞાનની વાત અહીં લેવાની ન હોવાથી, એટલે ઈશ્વરજ્ઞાન લક્ષ્ય બનતું ન હોવાથી અવ્યાપ્તિનો સવાલ જ નથી.
(૬) (IRUક્ષિણમ્) ननु साधकं कारणमिति पर्यायस्तदेव न ज्ञायते, किं तत् कारणमिति । उच्यते । यस्य कार्यात् पूर्वभावो नियतोऽनन्यथासिद्धश्च तत्कारणम् । तथा तन्तुवेमादिकं पटस्य कारणम् ।