________________
તર્કભાષા વાર્તિકમ્ નાશ પામી જાય છે.
ताक्त्युक्ते घटेऽतिव्याप्तिस्तद्वारणाय सकलेति । तावत्युक्तेत्वसम्भवः स्याद्तद्वारणाय एकजातीयेति तथापि ज्ञानत्वजात्या एकजातीयसकलजन्यज्ञानमात्रवृत्तिकार्यतानिरुपितकारणताश्रयत्वं चक्षुरादौ नास्ति । अनुमित्यादावकारणत्वादत आह । अनुभवत्वसाक्षाद्व्याप्यजातिमदिति । साक्षादिति अनुभवत्वव्याप्यमनुभवत्वमादाय असम्भववारणाय, तेन च भेदगर्भव्याप्यंतालाभाનોષઃ ।
આટલું કહેતાં ઘડામાં અતિવ્યાપ્તિ આવે, કારણ ઘટ વિષયક જ્ઞાન ઘડાથી જ થઈ શકે. પરંતુ સકલ પદ મૂકવાથી અતિવ્યાપ્તિ દૂર હટી જાય છે. કારણ કે તે સર્વજ્ઞાનનું કારણ નથી; એટલું કહીએ તો અસંભવ દોષ થશે, કારણ કે સર્વજ્ઞાન માત્રમાં રહેલી કાર્યતાથી નિરૂપિત કારણતા કોઈમાં પણ સંભવતી નથી. ચક્ષુ હોય તો ચાક્ષુષનું કારણ. અને ઉપમાન હોય તો ઉપમિતિનું કારણ છે પણ એવો કોઈ પદાર્થ નથી જે બધા જ જ્ઞાનનું કારણ/હોય/તેનાં વારણ માટે એક જાતીય પદ મૂક્યું. એક જાતિનું જ્ઞાન તેમાં રહેલી કાર્યતા નિરૂપિત કારણતા તો સંભવી શકે. પણ તેનો આશ્રય આંખ વિ. બનતા નથી. કારણ કે જ્ઞાનત્વ જાતિની એક જાતિ અનુમિતિત્વ ઉપમિતિત્વ વિ. તેના તો આંખ વિ. કારણ બનતા નથી, માટે અનુભવત્વની સાક્ષાદ્ વ્યાપ્યજાતિવાળું એમ કહ્યું છે. ચાક્ષુષત્વ વગેરે (પ્રત્યક્ષ નામના) અનુભવની વ્યાપ્ય જાતિ તો છે, તેથી તેનાં કારણ રૂપે ચક્ષુ વગેરે લઈ શકાશે.
૫૬
જો અહીં સાક્ષાત્ પદ ન મૂકીએ તો અનુભવત્વની વ્યાપ્યજાતિ અનુભવત્વ પણ છે/થશે. યત્ર યત્ર અનુભવત્વ તંત્ર તંત્ર અનુભવત્વ એમાં યત્ર શબ્દથી પકડાયેલ અનુભવત્વ તત્ર શબ્દથી પકડાયેલ અનુભવત્વનું વ્યાપ્ય બન્યું,જેમ વહ્નિવ્યાપ્યધૂમ બને છે તદન્યાવૃત્તિત્વ વ્યાપ્યત્વ, તદ્ અનુભવત્વ તેનાથી અન્ય ઘટાદિ તેમાં અનુભવત્વ વૃત્તિ નથી, માટે અનુભવત્વવ્યાપ્યઅનુભવત્વ બની જશે. તેને લઈ તો પાછો અસંભવ દોષ આવે. કારણ કે અનુભવસામાન્યનું કોઈ એક કારણ છે જ નહીં, સાક્ષાત્ પદથી ભેદગર્ભ વ્યાપ્યતાનો લાભ થતો હોવાથી દોષ નહીં આવે. ‘“યત્સમાનાધિકરણે સતિ - યત્સમાનાધિકરણા