________________
૫૫
.
તર્કભાષા વાર્તિક अपरेतु अनुभवत्वसाक्षाद्व्याप्यजातिमदेकजातीयजन्यसकलज्ञानमात्रवृत्तिकार्यतानिरूपतिकारणताश्रयत्वे सति तद्यथार्थकरणत्वं प्रमाणत्वमित्याहुः । अस्यार्थ अनुभवत्वस्य या साक्षाव्याप्यजातिस्तद्वत् एकजातीयं सज्जन्यसकलज्ञानमात्रं तद्वृत्तिकार्यता तया निरुपिता कारणता तस्या आश्रयत्वे सति तद्यथार्थकरणत्वं तादृश यथार्थज्ञानकरणमित्यर्थः । पदकृत्यानि तद्यथार्थकरणत्वं प्रमाणत्वमित्युक्ते आत्मादावतिव्याप्तिः, तन्निरासाय ज्ञानेत्यारभ्य सत्यन्तं पदं देयं तथा च जन्यात्मविशेषगुणनिष्ठकार्यतानिरुपित कारणताश्रयत्वादतिव्याप्तिर्ध्वस्ता।
શંકાકાર :- આલીકાદિ કારણ બને ત્યારે ચાક્ષુષ પ્રત્યક્ષ થતું હોવાથી આલોકાદિને કરણ માનવાની આપત્તિ આવશે. .
ઉત્તરપક્ષ :- (સમાધાન) અંધકારના ચાક્ષુષ પ્રત્યક્ષ થવામાં આલોકાદિની જરૂર નથી, માટે વ્યભિચાર આવતો હોવાથી એનુભવત્વ વ્યાપ્ય જાત્યવચ્છિન્ન કાર્યતા નિરૂપિત (પ્રતિયોગી ?) કારણતાનો આલોકમાં અભાવ છે. તેથી અતિવ્યામિ નથી. જ્યારે આંખની તો બધા ચાક્ષુષ પ્રત્યક્ષમાં જરૂર પડે છે. આ લક્ષણનો અર્થ એમ થયો કે અનુભવત્વ વ્યાપ્યજાતિથી અવચ્છિન્ન-મર્યાદિત કરાયેલી (એટલે તેના સિવાયની અન્યકાર્યતા અહીં લેવાની નથી) જે કાર્યતા તેનાથી ઓળખાયેલી કારણતા તેનો આશ્રય.
બીજાઓ-અનુભવત્વની સાક્ષાતવ્યાપ્ય પ્રત્યક્ષત્વ વિ., તેવી જાતિવાળું જે એક જાતીય=(ચાક્ષુષત્વ) તેના સંબંધી જન્ય બધું (ચાક્ષુષ) તે જ્ઞાનમાં રહેનારી કાર્યતા તેનાથી ઓળખાયેલી કારણતાનો જે આશ્રય હોય તેમજ તેવાં યથાર્થ જ્ઞાનનું કારણ હોય તે પ્રમાણ.તેવી કારણતા ચક્ષુમાં રહેલી છે માટે તે કરણ બનશે.
પદકૃત્ય : તદ્ યથાર્થ (જ્ઞાન) નું કરણત્વ, એટલું મૂક્યું હોય તો આત્માદિમાં અતિવ્યાપ્તિ આવે, કારણ કે આત્મા જ્ઞાન માટેનું સાધકતમ કારણ છે. તેના નિરાસ માટે જ્ઞાનથી માંડી “આશ્રયત્વે સતિ' સુધીનું પદ મૂકવામાં આવ્યું છે. એટલે આત્મા તો જન્ય આત્મવિશેષગુણ બુદ્ધિ સુખ વિગેરેમાં રહેલી કાર્યતા નિરૂપિત કારણતાનો આશ્રય છે, માત્ર જ્ઞાનનો નહિ માટે અતિવ્યાપ્તિ
છે. (i L.D.)