________________
પ૪
તર્કભાષા વાર્તિકમ્
शब्दादिसाक्षात्कारजनने श्रोत्रस्य श्रोत्रमनः संयोगो व्यापारः । शब्दात्यन्ताभावज्ञाने' च स एव व्यापारः, शब्दस्य श्रोत्रशष्कुलीसंयोगश्च व्यापारः । सविकल्पके निर्विकल्पकमपिद्वारमिति । गोलकाद्यधिष्ठाने नातिव्याप्तिः; तस्येन्द्रियाधिष्ठानत्वेन कारणत्वात् । | શબ્દાદિ સાક્ષાત્કાર કરવામાં શ્રોત્રરૂપકરણનો શ્રોત્રમનઃસંયોગ વ્યાપાર થયો. (શ્રોત્ર = કરણ તેનાથી જન્ય શ્રોત્રમ સંયોગ છે, અને કર્ણ જન્ય શબ્દ સાક્ષાત્કાર તેનો જનક પણ શ્રોત્રમનસંયોગ છે માટે) અને તેવી જ રીતે શબ્દાલંતાભાવના પ્રત્યક્ષમાં પણ તે જ વ્યાપાર બને છે. કારણ કે જે ગુણ જે ઈન્દ્રિયથી ગ્રાહ્ય હોય તેની જાતિ/ તેમાં રહેલી જાતિ અને તેનો અભાવ પણ તે ઈન્દ્રિય ગ્રાહ્ય બને છે. અને શબ્દને કરણરૂપે લઈએ ત્યારે કર્ણ શખુલી (પોલાણ) સાથેકર્ણનો સંયોગ વ્યાપાર બને. કર્ણવિવરમાં શબ્દ સમવાય સંબંધથી વિચિતરંગન્યાયના અનુસાર ઉત્પન્ન થાય છે, ત્યારે કર્ણ અને કર્ણવિવરનો સંયોગ થાય છે, એટલે આ સંયોગ શબ્દથીજન્ય થયો અને શબ્દન્ય શબ્દસાક્ષાત્કારનો કાર્ણ-કર્ણવિવરસંયોગ જનક પણ છે, માટે તાદશસંયોગ વ્યાપારરૂપ બને. ઈન્દ્રિય વિ.થી પ્રથમ નિર્વિકલ્પક જ્ઞાન ઉત્પન્ન થાય. તેનાથી સવિકલ્પક જ્ઞાન. એટલે ઈન્દ્રિયથી જન્ય છે. અને ઈન્દ્રિય જન્ય વિકલ્પજ્ઞાનનું નિર્વિકલ્પક જ્ઞાન જનક હોવાથી વ્યાપાર રૂપ બને છે.
પદાર્થ સાથેનો સંનિકર્ષ ઈન્દ્રિય જન્ય હોવાથી ગોલકાદિથી જન્ય કોઈ વ્યાપાર નથી. એટલે કે ચક્ષુ વિ. ઈન્દ્રિયનું અધિષ્ઠાન માત્ર બનતું હોવાથી ગોકલાદિને કારણ કહેવાય. જેમ ચક ભપ્રિક્રિયાનું અધિષ્ઠાન છે - આધાર છે પણ ભૂમિનું જનક ન હોવાથી ચકને કારણ કહેવાય પણ કરણ નહી. એથી કરીને ગોલકાદિને કરણ માનવાની આપત્તિ આવતી નથી. ____न चालोकादावतिव्याप्तिः, तादृशकार्यताप्रतियोगिकारणत्वाभावात् तमोविषयकचाक्षुषज्ञाने तद्व्यभिचारात् । अस्यार्थः- अनुभवत्वव्याप्यजात्यऽवच्छिन्ना मर्यादीकृता या कार्यता तया निरुपिता कारणता तस्याः आश्रयत्वमित्यर्थः । ૬. (જ્ઞાનનનને L.D.) ૨. તરંગની જેમ એક દિશામાં જ શબ્દોની ઉત્પત્તિ થાય છે, એમ નિયાયિક માને છે. (વકતાની સામેની દિશામાં ભાષાવર્ગણા લોકો સુધી જાય છે. પછી અન્યભાષાવર્ગણાને વાસિતકરીને ત્રણ સમયમાં ૧૪ રાજ લોકમાં ફેલાય છે. જૈન :)