________________
૫૩
તર્કભાષા વાર્તિકમ્ છે, એટલે કે જ્ઞાન પણ શરીરવચ્છેદન જ થતુ હોવાથી શરીર સાધકતમ કારણ બને એટલે કરણ બન્યું અને ગમનાદિકર્મ વ્યાપાર છે. તેનો આશ્રય શરીર છે (એટલે કે શરીરથી જન્ય ગમનાદિ કર્મ છેએ હિતાહિતપ્રાપ્તિ પરિહારાર્થી ક્રિયાના કારણભૂત એવા શરીરજન્ય જે જ્ઞાનાદિ છે, તેનું જનક પણ ગમનાદિ કર્મ છે; દેરાસર ગયા તો મૂર્તિનો સાક્ષાત્કાર થયો તો પછી તેને નમવાનું મન થયું. એટલે ગમનાદિ વિના આવું જ્ઞાન સંભવતું નથી. એટલે શરીરથી દેરાસર જવાનું કર્મ પેદા થયું અને તેનાથી મૂર્તિ પ્રત્યક્ષાત્મક જ્ઞાન થયું એટલે શરીરજન્ય જ્ઞાનનું પણ ગમનાદિકર્મ જનક બન્યું. માટે તે વ્યાપાર કહેવાય, તેનો આશ્રય શરીર છે. એટલે શરીરમાં અતિવ્યાપ્તિ આવે. પણ કાર્યતાવચ્છેદિકા જાતિ ચાક્ષુષત્વાદિ નવ છે. અનુભવની વ્યાપ્ય જાતિ ચાક્ષુષત્વ વિ. છે તેનાથી અવચ્છિન્ન માત્ર ચાક્ષુષ વિ. નવમાં રહેલી કાર્યતા છે. - શરીર જન્યજ્ઞાન પ્રત્યે સાધારણ કારણ છે. પણ ચક્ષુ જ્યાં સુધી કારણ ન બને ત્યાં સુધી ચાક્ષુષ પ્રત્યક્ષ ન થાય માટે ચાક્ષુષ નિષ્ઠ કાર્યતા નિરૂપિત કારણતાનો આશ્રય તો ચક્ષુ જ બને માટે તે જ ચાક્ષુષનું પ્રમાણ કહેવાય શરીરાદિ નહિ-એમ અન્યમાં સમજી લેવું. જ્યારે શર્રાવચ્છિન્ન જન્ય ઈચ્છાદિ અન્ય કાર્યમાં રહેલી કાર્યતા છે તેમાથી નિરૂપતિ કારણતા પણ શરીરમાં છે. એટલે અનુભવત્વ વ્યાપ્ય જાતિથી અવચ્છિન્ને કાર્યતા નિરૂપિત કારણતા ચક્ષુ વિ. નવમાં જ છે માટે તે જ પ્રમાણ બનશે પાગ શરીર.નહિ બને, કેમ કે અતિરિક્ત આશ્રય શરીર બનતું હોવાથી અનુભવત્વવ્યાપ્યજાત્યવચ્છિન્નકાર્યતાનિરૂપિતાકરણતાનો આશ્રય શરીર ન કહેવાય.
(અન્યૂનાતિરક્તિ ધર્મ જ અવચ્છેદક બને છે માટે) ચાક્ષુષત્વ વગેરે નવ જાતિઓને આશ્રયી(અવચ્છેદક થવાથી) અવચ્છેદિકા જાતિ આટલી જ છે. આ એટલે કે કરણભૂત ચક્ષુરાદિ નવ પ્રમાણોની કાર્યરૂપ ચાક્ષુષત્વાદિ નવજાતિઓ છે. શબ્દાદિનો સાક્ષાત્ અનુભવ = જ્ઞાનમાં જેમ ઈન્દ્રિયાર્થ સંનિકર્ષ કારણ છે, તેમ મન-ઈન્દ્રિયસંનિકર્ષ પણ કારણ છે. (નનન = નનક અર્થમાં છે “નન્દ્રાભ્યિોડનઃ' (૧/૬/૨) સિ.હે. સૂત્રથી કર્તામાં મન પ્રત્યય છે. અથવા ભાવ અર્થમાં અન) પ્રથમ આત્માનો મન સાથે સંયોગ પછી મનની ઈન્દ્રિય સાથે, તે પછી ઇંદ્રિયનો અર્થ સાથે સંયોગ થાય ત્યારે પ્રત્યક્ષ થાય છે. આ અપેક્ષાએ મન-ઈંદ્રિયસંયોગ પણ કારણ કહેવાય.