________________
૫૧
તર્કભાષા વાર્તિકમ્ કેહવાય. છતાં સન્નિકર્ષ થતાંની સાથે તરત જ ચાક્ષુષ પ્રત્યક્ષરૂપ કાર્ય તો ઉત્પન્ન થાય છે, માટે એમાં લક્ષણ જવાથી આધુનિક નૈયાયિકના મતે પણ સન્નિકર્ષ ને કરણ થવાની આપત્તિ આવે એટલે કે અતિવ્યાપ્તિ થાય.
અને આંખ વિ. માં અવ્યાપ્તિ આવે, કારણ કે મૈત્રાદિ સન્નિકર્ષથી વ્યવધાન પામી કારણ બનતાં હોવાથી વિલંબ વિના કાર્ય ઉત્પાદક નથી થતા.
શંકાકાર :- ઈતર કારણ સમૂહ સાથે હોય ત્યારે આંખ વિલંબ વિના કાર્ય પેદા કરે. એટલે ફક્ત આંખને અમે કરણ નથી માનતા. માટે આવ્યામિ આવશે, નહીં.
પૂર્વપક્ષ :- આમ ન કહેવું, કારણ કે એમ માનશો તો આંખ/પ્રકાશ સન્નિકર્ષ વિ. કારણ ભેગા થાય ત્યારે ઘડો પણ પ્રત્યક્ષને તરત જ પેદા કરે છે અથવા ડોલ પાણી/દોરી વિ. ભેગા થાય તો ઘડો પાણીને ધારણ કરવા રૂપ કાર્ય પેદા કરે જ છે. માટે ઘડા વિ.ને કરણ માનવાની આપત્તિ રૂપ અતિવ્યાપ્તિ આવશે. બીજો પક્ષ પણ બરાબર નથી કારણ કે ઘડામાં અતિવ્યાપ્તિ આવે છે.
શંકાકાર :- અરે ભાઈ! ઘડામાં તો વ્યાપારનો જ અભાવ છે. તો પછી અતિવ્યામિનો સવાલ જ કયાં છે ?
પૂર્વપક્ષ :- આંખના વ્યાપાર રૂપે જે (ઘટ ચક્ષુસંયોગ) છે, તે જ ઘડાનો વ્યાપાર છે. નેત્રજન્ય ઘટચક્ષુસંયોગ છે અને આંખથી જન્ય જે ઘટચાક્ષુષ પ્રત્યક્ષ છે તેનો ઘટચક્ષુસંયોગ” જનક પણ છે. માટે તે વ્યાપાર રૂપે બને છે. તેમ ઘટથી જન્ય ઘટચક્ષુસંયોગ છે, તે ઘટજન્ય ઘટચાક્ષુષપ્રત્યક્ષનો જનક પણ છે. ઘટ-વિષય સ્વ પ્રત્યક્ષનું કારણ બને છે. એવો નિયમ હોવાથી. 1 ઉત્તરપક્ષ :- આ બધી બાધાઓથી બહાર નીકળવા નવું જ લક્ષણ બનાવીએ છીએ.
यथा तन्मात्रनिष्ठकार्यतानिरूपितकारणतावच्छेदकधर्मशालित्वं करणत्वमिति । अस्यार्थ :- तन्मात्रे चाक्षुषज्ञानमात्रे निष्ठा या कार्यता तया निरूपिता कारणता तस्या अवच्छेदकधर्मश्चक्षुष्ट्वं तेन शालित्वं करणमिति लक्षणं सुवचनम्।
तथा च प्रमाणभिन्नलक्षणं तथा - यथार्थज्ञानकारणत्वे सति व्यापारवत्त्वे च सत्यनुभवत्वव्याप्यजात्यऽवच्छिन्नकार्यतानिरूपितकारणताश्रयत्वं प्रमाणत्वमिति