________________
તર્કભાષા વાર્તિકમ્ येऽतिव्याप्तिस्तन्निरासाय प्रमेति । प्रमानाम यथार्थानुभवो यथार्थमित्ययथार्थानां संशयविपर्ययतर्कज्ञानानां निरासः । तद्वति तत्प्रकारकं ज्ञानं यथार्थज्ञानं स्मृतिव्यतिरिक्तं ज्ञानमनुभवः ।
તત્રાપિ - ઉદ્દેશમાં ઉલ્લેખિત પદાર્થોમાં પ્રમાણ સિવાયનાં શેષ બધા પદાથની સિદ્ધિ પ્રમાણને અધીન હોવાથી પ્રમાણ બધા પદાર્થો કરતાં મોખરે કહેવાય માટે સૌ પ્રથમ પ્રમાણનું લક્ષણ કરે છે.
પ્રમાનું કારણ તે પ્રમાણ, જાણવું તે પ્રમા, જેના વડે કરાય તે કરણ. એ પ્રમાણે કરણની વ્યુત્પતિનો આશ્રય લેવાનો છે, પરંતુ પ્રમાનું કરવું- કરણે તે પ્રમાકરણ એમ ભાવવ્યુત્પત્તિનો આશ્રય લેવાનો નથી.
અહીં કારણ તે પ્રમાણ એટલું કહીએ તો છેદ ક્રિયાનું કરણ = સાધન જે કુહાડી છે, તેમાં અતિવ્યાપ્તિ થશે. તેના નિરાસ માટે માકરણ કહીએ તો ઉપરોક્ત આપત્તિ ટળી જાય છે. કારણ કે તે કુહાડી જ્ઞાનનું કરાણ નથી પણ એમ કરતાં ભ્રમજ્ઞાનના કરણભૂત દોષથી દુષ્ટ જે ઈન્દ્રિય છે તેમાં અતિવ્યાપ્તિ આવશે, તેના નિરાસ માટે પ્રમાપદ મૂક્યું છે. હવે ભ્રમજ્ઞાનના કારણભૂત દુષ્ટ ઈન્દ્રિયમાં અતિવ્યામિ નહિ આવે. યથાર્થ અનુભવ તે પ્રમાં; એટલે સંશય વિપર્યય અને તર્ક સ્વરૂપ અયથાર્થ જ્ઞાનનો નિરાસ થયો. તદ્વામાં તપ્રકારવાળું જ્ઞાન યથાર્થજ્ઞાન. સ્મૃતિથી અતિરિક્ત જ્ઞાન તે અનુભવ છે. ___ अथ प्रः प्रमाणमित्युक्ते असम्भवो नहि प्रत्वं कस्मिंश्चिदपिप्रमाणेऽस्तीति तन्निरासाय मेति । प्रमा प्रमाणमित्युक्ते चक्षुरादावव्याप्तिरनुमित्यादौ चातिव्याप्तिस्तन्निरासाय करणमिति पदमुपादीयते । प्रकरणं प्रमाणमित्युक्ते परमाणावतिव्याप्तिः कथमिति चेत् । द्वयणुकं प्रति परमाणुः प्रकरणं प्रकृष्टं करणमित्यर्थः तन्निरासाय मेति । तथा च न कश्चिद् दोष इति, प्रमाकरणमित्यत्र भावप्रधानत्वान्निर्देशस्य प्रमाकरणत्वमिति ज्ञेयं; लक्षणस्य हि लक्ष्यनिष्ठत्वनियमात्तदाह प्रमाणमिति ।
હવે પ્ર” તે પ્રમાણ એમ કહીએ તો અસંભવ દોષ આવે. કારણ કે કોઈ
૧. મીયતે ઈતિ મા