________________
૪૭
તર્કભાષા વાર્તિકમ્ અસદ્ વસ્તુનો વિચાર કરીએ તેમાં અતિવ્યાપ્તિ આવશે. તે પણ વિચાર તો છે જ. દા.ત. - કાગડાને કેટલા દાંત હોય ? ઘેટાના ઈંડામાં કેટલું માંસ હોય ? ગધેડા ઉપર કેટલી રૂંવાટી હોય ? આ બધી મૂર્ખ માણસોની વિચારણા છે. તે પણ વિચાર તો છે જ.
अत उक्तं लक्षितस्यैतल्लक्षणमुपपद्यते इति तावत्युक्ते सिद्धान्त वाक्येऽतिव्याप्तिः । अत अक्तं नवेति तावत्युक्ते खण्डवाक्येऽतिव्याप्तिरंत उभयोपादानं एवमपि " घटस्य लक्षणं सम्भवति नवेति विचारे " ऽतिव्याप्तिः । अत उक्तं यथेति एतावता. लक्षणविषयो विचारो लक्षणपरीक्षेति तदर्थः । एवमुद्देशविषयको विचारः उद्देशपरीक्षा । फलविषयको विचारः फलपरीक्षा परीक्षाविषयको विचारः परीक्षापरीक्षेत्याद्यवगन्तव्यम् । न च परीक्षायामनवस्था यथाविप्रतिपत्ति परीक्षाकरणात् तथाविप्रतिपत्तीति विप्रतिपत्तिमनतिक्रम्य करोतीति तथाविप्रतिपत्ति तेनेति । अस्मिन्नेव सूत्रे उद्देशस्योक्तत्वेन लक्षणपरीक्षे एव कर्त्तव्ये ત્યર્થઃ
।।
એથી કહ્યું કે - જેનું લક્ષણ કરવામાં આવ્યું છે, તે લક્ષણ તેને ઉપપન્ન બંધ બેંસતું છે ? એવો વિચાર પરીક્ષા કહેવાય. આનાથી ઉપરોક્ત વિચાર બંધ બેસતા ન હોવાથી તેઓમાં અતિવ્યાપ્તિ નહિ થાય. પણ સિદ્ધાન્ત વાક્યોય બંધ બેસતા તો હોય છે, પરંતુ તેઓને કંઈ પરીક્ષારૂપે લેખવામાં આવતા નથી. તે અતિવ્યાપ્તિના વારણ માટે ‘ન વેતિ’ મૂક્યું છે. સિદ્ધાન્તવાક્ય તો નિશ્ચિત હોય છે, માટે તેમાં અતિવ્યાપ્તિ નહિ થાય. પણ જો માત્ર ‘ન વેતિ’ એમ કહીએ તો ખંડ વાક્યમાં અતિવ્યાપ્તિ થશે. કારણ કે - તેમાં વિકલ્પરૂપે નવેતિ ઈત્યાદિ વાક્ય હોય છે. માટે બંનેનું ગ્રહણ કર્યું છે. એ પ્રમાણે કરવા છતાં ‘ઘટનું લક્ષણ સંભવે કે નહિ’ એવા વિચારમાં અતિવ્યાપ્તિ થશે, માટે યથા પદ મૂક્યું. એટલે ઘટનું જે લક્ષણ બનાવ્યું હોય તેના વિષયની વિચારણા, જેમકે ‘‘ઘટત્વ એ ઘટનું લક્ષણ બની શકે કે નહિ.’’ આટલો લક્ષણ સંબંધી વિચાર તે લક્ષણ પરીક્ષા. એ પ્રમાણે ઉદ્દેશ વિષયક વિચાર તે ઉદ્દેશ પરીક્ષા. ફળના વિષયવાળો વિચાર ફળ પરીક્ષા. પરીક્ષાના વિષયવાળો વિચાર તે પરીક્ષાની પરીક્ષા; ઈત્યાદિ સમજી લેવું.