________________
તર્કભાષા વાર્તિકમ્
૪૬
ક્રિઝુરાવસ્વં ગાય, ભેંસ વિ.માં સામાન્યથી વર્તનાર હોવાથી સાધારણ ધર્મ છે. એટલે ‘‘અસાધારણધર્મવચનં લક્ષણશાસ્ત્ર’’ એ પ્રમાણે લક્ષણનું પરિપૂર્ણ લક્ષણ બન્યું. અસાધારણ એટલે માત્ર તેમાંજ વર્તનાર એનો મતલબ કે તે જે ધર્મીમાં રહે અને તેથી અન્યધર્મીમાં જે ન રહે.
કેટલાંક કહે છે જે તત્ત્વ છે તે જ લક્ષણ છે. આકાશ પણ તત્ત્વ છે માટે અસાધારણ ધર્મત્વ લક્ષણત્વ એ જ લક્ષણ બરાબર છે.
લક્ષણનું લક્ષણ લક્ષણત્વ છે, તે પણ લક્ષણરૂપે છે. માટે તેનું પણ લક્ષણ કરવું પડે એટલે તેમાં પણ લક્ષણત્વ રહેશે, એમ અનવસ્થા ઊભી થશે.
અહીં અનવસ્થા દોષરૂપે બનતી નથી, કારણ કે આ વાત પ્રામાણિક છે. ઘટત્વમાં ઘટતાત્વ છે અને તેમાં ઘટતાત્વત્વ એ પ્રમાણે અનવસ્થા છે, પણ તે દોષ માટે નથી. કેમકે પ્રામાણિક હોવાથી ઈષ્ટ જ છે.
શંકાકાર :- અરે ! લક્ષણનું જ્ઞાન કરવા માટે જ લક્ષણ(ત્વ)નું જ્ઞાન આવશ્યક હોવાથી આત્માશ્રય દોષ આવશે. પોતાના જ્ઞાન માટે પોતાની જ જરૂર હોવી તે આત્માશ્રય.
સમાધાન :- આ પણ પ્રામાણિક છે. લક્ષણમાં લક્ષણત્વ રહે એ હકીકત છે. તેથી લક્ષણને ઓળખવા તેના લક્ષણની જરૂર પડે છે તે આત્માશ્રય પણ દોષ માટે નથી. બીજી વાત કે જે લક્ષણનું લક્ષણ કરવું છે, તેમાં લક્ષ્યભૂત લક્ષણ અને તેનું લક્ષણભૂત લક્ષણ બંને ભિન્નભિન્ન છે, તેથી દોષ નથી.
अत्रोद्देशलक्षणपरीक्षाफलानां परीक्षा यदि लक्ष्यते, तदा शास्त्रस्थो विचार: परीक्षेत्येव लक्षणं, यदि लक्षणपरीक्षैव लक्ष्यते तदा यथा लक्षितस्येत्यादि परीक्षालक्षणं विचारः । परीक्षेत्युक्ते असद्विचारेऽतिव्याप्तिः ।
यथा काकस्य कति दन्ताः स्युर्मेषस्याण्डे कियत्पलं । गर्दभे कति रोमाणि, एषा मूर्खविचारणा ||१||
અહીં ઉદ્દેશ લક્ષણ પરીક્ષા અને ફલની જો પરીક્ષા ઓળખાવવી હોય તો, શાસ્ત્રમાં રહેલો વિચાર એ પરીક્ષા, આટલું જ લક્ષણ થશે. જો લક્ષણની પરીક્ષા જ ઓળખાવવાની હોય તો ‘‘લક્ષિતસ્ય એતત્ લક્ષણમુપઘતે ન વેંતિ વિચારઃ પરીક્ષા’’ એ લક્ષણ કર્યું છે. જો માત્ર ‘‘વિચાર’’ એ પરીક્ષાનું લક્ષણ કરીએ તો